ગીર-સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા ગામ મા એક જાગૃત નાગરીક ચેતન હરિભાઈ બારડ દ્વારા સુત્રાપાડા મા ખંઢેર જેવી સ્તિથિ મા સુત્રાપાડા હિંદુ સ્મશાન ને આધુનિક બનાવવા ની અરજી ગુજરાત અરબન ડેવલોપમેંટ મિશન મા કરવા મા આવેલ. અરજી મુજબ સુત્રાપાડા ના દરિયાકાઠે આવેલ હિંદુ સ્મશાન ની હાલત ખુબ ખરાબ હોઇ અને સ્મશાન મા કોઇ વ્યસ્થા ના હોઇ અને સ્મશાન ના છાપરા ઉપર આવેલ તમામ પતરા કટાઈ ગયા હોઇ જે થી મુતુક ને અગ્ની દાહ ના સમયે કોઇ પણ ગંભીર ઘટના થવા ની સક્યતા ની લેખીત મા અરજી કરવા મા આવેલ છે.
વધુ મા અરજી મુજબ સુત્રાપાડા ગામ ની વસ્તી મુજબ સુત્રાપાડા મા એક આધુનિક હિંદુ સ્મશાન હોવુ ખુબ જરુરી હોઇ એવો ઉલ્લેખ કરવા મા આવેલ છે. વધુ મા સુત્રાપાડા હિંદુ સ્મશાન મા ગેસ અને ડીઝલ ની ભઠી વાળુ આધુનિક હિંદુ સ્મશાન બનાવવા ની માંગ ગાંધીનગર સુધી કરવા મા આવેલ છે.
વધુ મા ચેતન બારડ દ્વારા તલાલા મતવિસ્તાર ના ધારાસભ્ય ભગાભાઈ બારડ ને સુત્રાપાડા હિંદુ સ્મશાન ની ખરાબ સ્થિતિ ની રજુવાત કરતા જણાવેલ કે ધારાસભ્ય ની ગ્રાન્ટ હેઠળ આયોજન પંચ મા મન્જુર કરી સુત્રાપાડા હિંદુ સમ્શન ના આધુનિકરણ ની યોગ્ય કર્યાવાહી કરવી.