- નવા વિમાનોનું આગમન અને, ફાઈટરના અપગ્રેડેશન સુધી વાયુદળની કાર્યક્ષમતામાં કોઈ ફરક ન પડે તે માટે મંથન
ભારતીય વાયુ દળમાં ફાઈટર એરક્રાફ્ટની પ્રવર્તી અછત દૂર કરવા માટે ઉચ્ચ સ્તરીય કમિટી એ કવાયત હાથ ધરી છે, વાયુ દળમાં યુદ્ધ વિમાન અને માલવાહક જહાજોની અછત વચ્ચે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ ના માર્ગદર્શન હેઠળ યુદ્ધ વિમાન ની અછત દૂર કરવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા વાયુદળ ની વર્તમાન ક્ષમતા અને કેટલાક ખાસ આયોજન ની રૂપરેખા તૈયાર કરીને પ્રવર્તતી રહેલી વીમાનોની અછત દૂર કરવા ની સ્થિતિ ની સમીક્ષા હાથ ધરી છે,
સરક્ષણ વિભાગના અગ્રસચિવ વી,કામત, સંજીવકુમાર અને વાયુદળના ડેપ્યુટી ચીફ એર માર્શલ તેજીંદર સિંઘ ની ઉચ્ચ સ્તરિય સમિતિ દ્વારા વાયુદળ ની ક્ષમતા વધારવા શું કરવું જોઈએ ?તેનું મંથન શરૂ કર્યું છે, ચીને વાયુદળમાં વધારાના ફાઈટર ડ્રોન અને એર બેસીસ ની કાયાપલટ કરી અનેક એર બેજ વિકસાવી રહ્યું છે સાથે સાથે શસ્ત્ર ભંડાર પણ વધુ સુવિધા યુક્ત બનાવી રહ્યું છે ત્યારે ભારતીય વાયુ દળ અત્યારે 30 યુદ્ધ જહાજો થી કામ ચલાવી રહ્યું છે વારંવાર લોગજામ નવા યુદ્ધવિમાનો ની ડીલેવરી મળે ત્યાં સુધી કામ ચલાવવાની રણનીતિ અપનાવી 67000 કરોડના ખર્ચે 96 તેજસ માર્કવન એ ફાઈટર અને 83 સિંગલ એન્જિન જેટ વિમાનોની ડીલેવરી મળવાને હજુ બે વર્ષની વાર છે
એરો એન્જિન ઇન્ડિયા દ્વારા 108 તેજસ માર્ક ટુ ને એક મિલિયન ડોલર ના ખર્ચે અપડેટેશન કરવાનું કામ થઈ રહ્યું છે
ભારતીય વાયુ દળ માટે પાકિસ્તાન ચીન જેવા પ્રતિસ્પર્ધીઓ ની આકાશની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નેત્ર એર બોર્ન અરલી વોર્નિંગ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે 209/11 માં ઇઝરાયેલના ફાલ્કન નું અપગ્રેડેશન કરીને નેત્ર વધુ સક્ષમ બન્યું છે વાયુદળમાં યુદ્ધ વિમાનોની અછત ની કાર્યક્ષમતામાં અસર ન થાય તે માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ કવાયત હાથ ધરી છે.