મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલે કોર્પોરેશનના રૂ.૬૮.૮૮ કરોડના ૫ પ્રોજેકટનું કરાશે ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતી કાલે શહેરના દૂધસાગરરોડ પર આજી નદી પર બનાવવામાં આવેલા નવાહાઈલેવલ બ્રિજ તથાં હિંગળાજનગર પીપીપી આવાસ યોજના સહિત ત્રણ પ્રોજેકટનું ઈ-લોકાર્પણ અને આજી ડેમ પાસે બનનારા અર્બન ફોરેસ્ટ સહિતના બે પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટીના ચેરમેન બાબભાઈ આહીર, અને બાગ બગીચા સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણીએ જણાવ્યું હતું કે, દૂધસાગર રોડ આજી નદી બાજુ લો-લેવલ બ્રિજ હતો જેના કારણે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ દરમ્યાન નદીના પુર કારણે આવનજાવન માટે મુશ્કેલી ઊભી થતી હતી. આ મુશ્કેલી નિવારવા રૂ.૩.૨૫ કરોડના ખર્ચે ૧૦૪.૨૦ મીટર વધતા એપ્રોક્ષ લંબાઈ ૧૭૯.૦૩ મીટર તથા બ્રિજ ટોપ લેવલ ૧.૫૪ મીટર, હાઈફ્લડ ૯૯.૯૬ મીટર રહેશે. આ બ્રિજ થવાથી ૨ લાખ શહેરીજનોણી આવન જાવનની મુશ્કેલી નિવારી શકાય. વડાપ્રધાનણી પ્રધાનમંત્રી આવાસ યોજના-હાઉસિંગ ફોર ઓલ ૨૦૨૨ના ઘટકો પૈકી સલામ રી-ડેવલપમેન્ટ-પી.પી.પી. ઘટક અન્વયે ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલિસી અંતર્ગત વોર્ડ નં.૦૮માં હિંગળાજનગર-૧ સ્લમ વિસ્તાર માટે પી.પી.પી. ધોરણે ટેન્ડર પ્રક્રિયા બાદ એજન્સી જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લી.ને કામગીરી સોંપવામાં આવેલ. હાલ આવાસ યોજનાની કામીગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લેન્ડ એઝ એ રિસોર્સ ઉપયોગ કરવાથી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૪૦.૫૦ કરોડનું લેન્ડ પ્રીમિયમ મળેલ છે. તેમજ લાભાર્થીઓને ૨ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ, વોશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા વાળું મકાન વિનામુલ્યે ફાળવવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ટી.પી.સ્કીમ. નં.૦૨ના એફ.પી. ૪૭૫ (૭,૯૨૮ ચો.મી.) રહેલ ઝુપડપટ્ટીને દુર કરી સુવિધાયુક્ત આવાસો બનાવવામાં આવેલ છે. હિંગળાજનગર-૧ આવાસ યોજનામાં કુલ રૂ.૧૫ કરોડના ખર્ચે ૧૪૫ આવાસો અને ૮ દુકાનો બનાવવામાં આવેલ છે. આ આવાસ યોજનામાં બિલ્ડીંગની બહાર અને અંદર આકર્ષક કલર કામ, લીફ્ટ, અન્ડરગ્રાઉન્ડ, ઓવરહેડ અને ફાયરની પાણીની ટાંકી, ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.
સ્માર્ટ સિટી, પાન સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં જુદી જુદી જગ્યાએ રૂ.૭૦ લાખના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (૧૦) બનાવવામાં આવેલ છે. જેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે ૫૦ એમ.એલ.ડી.ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઈ.એસ.આર./જી.એસ.આર. કમ્પાઉન્ડ બનનાર છે. સદરહુ પ્રોજેક્ટનો લાભ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૨ના વિકાસ પામી રહેલ નવા ભળેલા મવડી વિસ્તાર તથા ટી.પી. સ્કીમ નં.૨૫,૨૬,૨૭, તેમજ વાવડી વિસ્તારના હાલમાં અંદાજીત ૮૦,૦૦૦ શહેરીજનો તથા ભવિષ્યની સને ૨૦૩૨ની અંદાજીત ગણતરી મુજબ ૨ લાખથી વધુ શહેરીજનોને સદરહુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પૂરું પાડવા માટે લાભ મળશે. આ ઉપરાંત આજી ડેમ પાસે ૪૭ એકર વિસ્તારમાં રૂા.૭.૬૮ક રોડના ખર્ચે બનનારા અર્બન ફોરેસ્ટનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે કુલ રૂા.૬૮.૮૮ કરોડના ૫ પ્રોજેકટનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાશે.
મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન મનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, તેમજ તમામ કાર્યક્રમોમાં સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહેશે.