અદાણીની કરાઇકલ પોર્ટના હસ્તાંતરણને એનસીએલટીની મંજૂરી
ભારતમાં અદાણીનો પોર્ટ પોર્ટફોલિઓ વધીને 14 પોર્ટ થયો
ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ ગઈકઝની મંજૂરીના અનુસંધાને કરાઇકલ પોર્ટ પ્રાઇવેટ લિ. ના હસ્તાંતરનું કામકાજ પૂર્ણ કર્યું છે. અગાઉ અદાણીને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ સફળ રિઝોલ્યુશન અરજદાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
પુડુચેરી સરકાર દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ફોર્મેટ પર પૂર્વીય દરિયાકાંઠે વિકસાવવામાં આવેલ કરાઇકલ પોર્ટ ઓલ વેધર ડીપ વોટર પોર્ટ છે.ચેન્નાઈથી 300 કિલોમીટર દૂર દક્ષિણમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં આવેલ કરાઈકલ બંદર વિકસાવવામાં આવ્યું હતું અને 2009માં કાર્યરત કરવામાં આવ્યું હતું. તે ચેન્નાઈ અને તુતિકરણ વચ્ચેનું એકમાત્ર મહા બંદર છે અને તે મધ્ય તામિલનાડુના ઔદ્યોગિક સમૃધ્ધ વિસ્તારને સરળતાથી જોડે એવા વ્યુહાત્મક સ્થળે આવેલું છે.
14-મીટર પાણીનો ડ્રાફ્ટ મેળવતા આ બંદરનો જમીન વિસ્તાર 600 એકરથી વધુ છે. તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 ઓપરેશનલ બર્થ, 3 રેલ્વે સાઇડિંગ, યાંત્રિક વેગન-લોડિંગ અને ટ્રક-લોડિંગ સિસ્ટમ્સ સહિત મિકેનાઇઝ્ડ બલ્ક કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ, 2 મોબાઇલ હાર્બર ક્રેઇન્સ અને કાર્ગોના સંગ્રહ માટે વિશાળ જગ્યા જેમાં ઓપન યાર્ડ્સ, 10 કવર્ડ વેરહાઉસ અને 4 લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે. 21.5 એમએમટીની બિલ્ટ-ઇન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા સાથે બંદર મુખ્યત્વે સિમેન્ટ, ખાતર, ચૂનાના પત્થર, સ્ટીલ અને લિક્વીડ કાર્ગો હેન્ડલ કરે છે. તામિલનાડુમાં નાગાપટ્ટિનમ ખાતે નિર્માણાધિન સીપીસીએલની 9 એમએમટીપીએલની ક્ષમતાની નવી રિફાઈનરી કરાઈકલ પોર્ટ માટે વધારાના મોટા જથ્થાના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવાની તક ઉપલબ્ધ કરે છે
આ પ્રસંગે ટિપ્પણી કરતા અદાણીના સીઈઓ અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, કરાઈકલ પોર્ટનું હસ્તાંતરણ એ ભારતની સૌથી મોટી પરિવહન યુટિલિટી તરીકેની અમારી સ્થિતિને મજબૂતી બક્ષતું બીજું સીમાચિહ્નરૂપ છે. કરાઈકલ પોર્ટના અધિગ્રહણ સાથે અદાણી હવે ભારતમાં 14 બંદરોનું સંચાલન કરે છે.
અદાણી તેના ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે આવનારા દિવસોમાં વધુ રુ. 850 કરોડનો ખર્ચ કરશે. આગામી 5 વર્ષમાં પોર્ટની ક્ષમતા બમણી કરવાની અને તેને બહુહેતુક બંદર બનાવવા માટે ક્ધટેનર ટર્મિનલ ઉમેરવાની અમારી નેમ છે.
નાણાકીય વર્ષ 2023માં, કરાઈકલ બંદરે 10 એમએમટી કાર્ગોનું સંચાલન કર્યું હતું અને રુ. 1,485 કરોડના રોકાણથી આ સંપાદનની વિચારણા નાણાકીય વર્ષ-2023ના આંકડા 8ગણાનો ગુણાંક સૂચવે છે.