જાહેરનામાને રદ્દ કરવા માટે વિચારણા થાય તેવી માંગ ઉઠી

હાઈ-વે આજુબાજુના વિસ્તારમાં દા‚ના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવતા દીવમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર અસર પડી છે. હાઈ-વે ઉપરની દા‚બંધીના કારણે દીવનું ટુરીઝમ ક્ષેત્ર મુંઝાયેલું દેખાઈ રહ્યું છે. સરકારે હાઈ-વેી ૫૦૦ મીટરના અંતરની ગાઈડલાઈન બહાર પાડી હતી જે ૧૨ કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવી છે. જેના કારણે દીવના હોટલ ઉદ્યોગને પણ સારી એવી અસર પડી છે.

દીવના હોટલ એસોશીએશને કહ્યું છે કે, સરકારે આ બાબતે ફેર વિચારણા કરવી જોઈએ જેી હોટલ ઉદ્યોગ અને પ્રવાસનનો વિકાસ ફરીી શ‚ ઈ શકે. એક તરફ અમુક રાજયો જાહેરનામાને પાછા ખેંચવા બાબતે વિચારણા કરી રહી છે ત્યારે દીવમાં પણ આવી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉભી ઈ રહી છે. દા‚બંધીના કારણે દીવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો ઈ રહ્યો છે. આ ઘટાડાને કારણે ઘણા હોટલ માલીકોની આવક પર નકારાત્મક અસર દેખાઈ રહી છે કારણ કે, દીવમાં વિદેશી સહેલાણીઓ તેમજ ગુજરાતના પણ ઘણા પ્રવાસીઓ વેકેશનનો સમય પસાર કરવા માટે દીવ આવતા હોય છે પરંતુ હાઈવે દા‚બંધીના કારણે દીવની હલચલમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે, દીવ આસપાસ રહેલા હાઈ-વે ખુબ જૂના છે અને તેને નેશનલ હાઈ-વે કહી શકાય તેમ ની. જેી સરકારે હાઈ-વેની વ્યાખ્યા બદલવી જોઈએ. આ નિર્ણય લેવામાં આવતા હોટલ એસોશીએશન અને પ્રવાસન ક્ષેત્રને ફાયદો મળી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.