- 1882ના મહારાજ કેસને લઈને બનેલી નેટફ્લિક્સની ફિલ્મ વિવાદમાં, 18 જૂને આગામી સુનાવણી
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમીરખાનના પુત્ર જુનૈદ ખાન પોતાની ફિલ્મ ‘મહારાજ’ની સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જોકે, તેની આ પહેલી ફિલ્મ જ વિવાદમાં આવી ગઇ છે. આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે. આગામી સુનાવણી 18 જૂને થવાની છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજ પર રોક લગાવી દીધી છે. મહારાજ ફિલ્મ રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે અરજન્ટ ચાર્જમાં સુનાવણી હાથ ધરીને હાઇકોર્ટે ફિલ્મની રીલીઝ પર સ્ટે ઓર્ડર આપ્યો છે. મહત્વનું છે કે, કોર્ટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ફિલ્મ વર્ષ 1882 પર આધારિત બનવવામાં આવી છે અને ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થાને લાગણીઓને ઠેસ પહોંચે છે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વની ટકોર કરતાં જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ. ત્યારે હવે એ જોવાનું રહે છે કે શું ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થશે કે નહિ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘ફના’ પણ ગુજરાતમાં રીલીઝ નહોતી થઈ શકી. આમિર ખાન દ્વારા નર્મદા બચાવ આંદોલનમાં મેઘા પાટકરને સમર્થન આપતા ગુજરાતભરમાં આમિર ખાનનો વિરોધ થયો હતો અને તેની આ ફિલ્મ આખરે ગુજરાતમાં રીલીઝ નહોતી થઈ શકી.