એવા સાંસદો અને ધારાસભ્યો જેમની સંપતિ તેમના કાર્યકાળ દરમિયાન અસાધારણ રીતે વધી હોય તેમના પર હવે વડી અદાલતની નજર છે. એક અરજી અંગે સુનાવણી કરતા વડી અદાલતે કહ્યું છે કે, ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમની આવક ઉપરાંત આવકના સાધન એટલે કે, સોર્સ ઓફ ઈન્કમ અંગે પણ જણાવવું પડશે. તેમજ ઉમેદવારે તેની પત્ની અને બાળકોના આવકોના સાધન અંગે પણ સ્પષ્ટતા કરવી પડશે.
વડી અદાલતને ગઈકાલે કહ્યું હતું કે, ચૂંટણી લડતા ઉમેદવારે તેમની પોતાની આવકના ોત ઉપરાંત તેમની પત્ની અને બાળકોની આવકના સ્ત્રોતની પણ જાણકારી આપવી પડશે. સ્વૈચ્છીક સંસ લોકપ્રહરી દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ જે.ચેલેશ્ર્વર અને ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની ખંડપીઠ સમક્ષ ચાલી રહી છે. અરજીમાં ઉમેદવાર અને તેના પરિવારજનોની આવકના સ્ત્રોત જાહેર કરવાનું ફરજીયાત બનાવવા જનપ્રતિનિધિત્વ ધારામાં સુધારો કરવા અદાલતના નિર્દેશની માંગ કરી છે.
તે ઉપરાંત જો કોઈ ઉમેદવારના હિત એવી કંપની સો સંકળાયેલું હોય જેને સરકાર અવા જાહેર ક્ષેત્રની કંપનીઓ સો બિઝનેશ કર્યા હોય તેવા ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવા કાયદામાં સુધારા કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવા માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીલક્ષી પ્રવર્તમાન કાયદામાં ઉમેદવારે તેમના પોતાની, જીવનસાથી અને બાળકોની સંપતિ તા જવાબદારીની માહિતી ઉમેદવારી પત્ર ભરતી વખતે ફોર્મ ૨૬માં જાહેર કરવાની હોય છે. અલબત કાયદા પ્રમાણે ઉમેદવારે તેની આવકનો સ્ત્રોત જાહેર કરવાનો રહેતો ની.
આ કેસની સુનાવણીમાં જાન્યુઆરીમાં ચૂંટણીપંચે વડી અદાલતને કહ્યું હતું કે, ઉમેદવાર માટે તેની પોતાની, જીવનસાથી અને સંતાનો-આશ્રીતોની આવકના સ્ત્રોત જાહેર કરવાનું ફરજીયાત કરવું જોઈએ. ઉમેદવારી પત્ર ભરતી વખતે આ પ્રકારની માહિતી મળવાથી ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવી શકાશે.