કોર્ટે ખાનગી શાળાઓના સંચાલકોની માંગ ફગાવતાં જણાવ્યું હતું કે, ફી અધિનિયમન સમિતિ બંધારણિય છે
ફી નિયમન કાયદા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી ખાનગી શાળાઓના સંચાલકોને ફટકો પડ્યો છે. ફી નિયમન ચૂકાદા પર સ્ટે મૂકવા અંગે ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલી માંગ હાઇકોર્ટે ફગાવી છે. કોર્ટે ખાનગી શાળાઓના સંચાલકોની માંગ ફગાવતાં જણાવ્યું હતું કે, ફી અધિનિયમન સમિતિ બંધારણિય છે અને કોર્ટે તેમની સ્ટેની માંગ ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના આ નિર્ણયથી ખાનગી શાળાઓના સંચાલકો બેફામ રીતે ફી વસૂલી નહીં શકે અને નફાખોરી પર લગામ લાગશે. સાથે 2018થી નવો નિયમ લાગુ પડશે.
શિક્ષણ જગત માટે ઐતિહાસિક ચૂકાદો: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
હાઇકોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે, સરકારનું ફી નિયમન અંગેનું નોટિફિકશન યોગ્ય છે. જ્યારે આ નવો નિયમ 2018થી લાગુ થશે. શિક્ષણ વિભાગે હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર હાઇકોર્ટના નિર્ણયનું પાલન કરશે. સંચાલકો દાદાગીરી નહીં ચલાવી શકે. હાઇકોર્ટનો ચૂકાદો કોંગ્રેસ અને રાહુલ ગાંધી ને જવાબ છે. શિક્ષણ જગત માટે આ ઐતિહાસિક ચૂકાદો છે.