રાજકોટ કોર્ટમાં ફરજ બજાવી ગયેલા કર્મચારીની સારવારની પુરેપુરી રકમ મેળવવા માંગેલી દાદમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ
રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ફરજ બજાવી ગયેલા અને હાલ નિવૃત કર્મચારીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયેલી હાર્ટ સર્જરીનો ખર્ચ રૂ.૧.૭૬ લાખ પૈકી રૂ.૬૬ હજાર સરકાર દ્વારા મંજૂર કરતા બાકીની રકમ મેળવવા કરેલી અપીલમાં હાઈકોર્ટે સારવાર પુરેપુરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને સાથે સાથે મેડિકલ લ્સના જી.આર.માં સુધારો કરવા અને ચાર અઠવાડિયામાં અમલ કરવા અને રાજય સરકારમાં ફરજ બજાવતા અને નિવૃત કર્મચારીઓને આ ચુકાદાનો લાભ થશે.
તાજેતરમાં હાઈકોર્ટમાં એક મેટરનો ચુકાદો કર્મચારીની તરફેણમાં આવ્યો. આ ચુકાદાી માત્ર જે તે કર્મચારીને જ નહીં, પણ સમગ્ર ગુજરાત રાજ્યના સક્રિય નોકરી કરતા અને રિટાયર થયેલ તમામ કર્મચારીઓને લાભ શે.
પ્રાપ્ત વિગતો મુજબ સી. કે. દવે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ માં નોકરી કરતા હતા. સક્રિય સેવામાંથી નિવૃત્ત થયા બાદ પેન્સન મેળવતા હતા. નિવૃત થયા બાદ તેમને હાર્ટ ની તકલીફ થઈ તેથી સાલ હોસ્પિટલ ખાતે હાર્ટ સર્જરી કરાવી. તેનો ખર્ચ ૧,૭૬,૦૦૦/- થયો.
મેડિકલ ખર્ચની તે રકમનું નુકશાન મેળવવા દવેભાઇએ બિલ મૂક્યું, પણ સરકારે મેડિકલ રૂલ્સ મુજબ ૬૬,૦૦૦ મંજુર કર્યા અને બાકીની રકમ દવેભાઇએ ભોગવવી તેવો હુકમ કર્યો. આ હુકમને અમે હાઇકોર્ટે માં ચેલેંજ કર્યો.આ કેસનો ચુકાદો તાજેતરમાં આવ્યો જેમાં ગુજરાત હાઇકોર્ટે એવું ઠરાવ્યું કે મેડિકલ ખર્ચના નુકશાન નો છેલ્લો જીઆર વર્ષ ૨૦૦૫માં બહાર પાડયા પછી મેડિકલ ખર્ચમાં વધારો થયો છે.
ડોક્ટરની ફી અને હોસ્પિટલ ખર્ચમાં પણ વધારો થયો છે, તેથી ૨૦૧૩ માં દવેભાઇએ જ્યારે હાર્ટ સર્જરી કરાવી તેનાં ખર્ચનું નુકશાન પણ વર્ષ ૨૦૧૩ ના મેડિકલ દરો પ્રમાણે મળવું જોઈએ. હાઇ કોર્ટે ગુજરાત સરકારને હુકમ કર્યો છે કે મેડિકલ બિલ ની પૂરેપૂરી રકમ ૧,૬૬,૦૦૦ વાર્ષિક ૯%ના વ્યાજ સાથે દવેભાઇને ચૂકવવી, તથા ભવિષ્યનાં મેડીકલ ખર્ચના નુકશાન માટે મેડિકલ રૂલ્સ માં અને સબંધિત જીઆરમાં પણ સુધારો કરવો. આ ચુકાદાનો અમલ ચાર અઠવાડિયા માં કરવો તેવો હુકમ પણ કરેલા છે.આ ચુકાદાી સમગ્ર ગુજરાત રાજ્યના સક્રિય નોકરી કરતા અને નિવૃત થયેલા તમામ કર્મચારીઓને લાભ થશે.