પ્રાથમિક શાળામાં ફરજિયાત ગુજરાતી નો કડક અમલ કરવા હાઇકોર્ટના આદેશના પગલે રાજ્ય સરકાર આકરા પાણીએ
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં ગુજરાતીની મહાકા નો પ્રશ્ન અદાલતની એરણ ઉપર ચડી જવા પામ્યો છે રાજ્યમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા અંગે નો પ્રશ્ન હાઇકોર્ટમાં પહોંચ્યો હતો ગુજરાતમાં ગુજરાતીનું મહત્વ સરકારી શાળામાં જ ન હોવાની ફરિયાદ જાહેર રીતના અરજીના રૂપમાં હાઇકોર્ટ સુધી પહોંચી હતી અને હાઇકોર્ટે પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત પણે ભણાવવાના નિયમના કડક અમલના સરકારને આદેશો કરતા સરકારે પણ ગુજરાતમાં ગુજરાતી ન ભણાવનાર પ્રાથમિક શાળાઓની માન્યતા અરજ કરવા સુધીના આકરા પગલાની તૈયારીઓ શરૂ કરી છે હવે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભણાવવાના નિયમનો કડક અમલ કરવા માટે સરકાર પ્રતિબંધ બની છે અને આ પરિપત્રનો અમલ ન કરનાર શાળાની માન્યતા રદ સુધીની આખરી કાર્યવાહીના સરકારે આદેશો ધારી કર્યા છે
માતૃભાષા અભિયાન દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, ઇન્ટરનેશનલ બોર્ડ અને કેન્દ્રિય વિદ્યાલય સહિતના બોર્ડ દ્વારા ગુજરાતી ભાષા ભણાવાતી નથી. ગુજરાતી ભાષા વિદ્યાર્થીઓના સંસ્કૃતિ અને સાહિત્યને વેગ આપતી માતૃભાષા છે. તેને અવગણીને બીજી ભાષા ભણાવી શકાય નહી. તત્કાલીન ચીફ જસ્ટિસ અરવિંદકુમારે પણ સરકાર અને એજયુકેશન બોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી.
અન્ય રાજયોમાં માતૃભાષાને અપાતા મહત્વ વિશે પણ ટકોર કરી હતી. જો કે સરકારે એવી દલીલ કરી હતી કે કેન્દ્રિય વિદ્યાલય અને ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ થોડા સમય પુરતા ગુજરાતમાં ભણતા હોય છે તેઓ મૂળ પરપ્રાતિંય હોવાથી તેમને ગુજરાતી ભાષા ભણાવવાની જરૂરી હોતી નથી. હાઇકોર્ટે અગાઉ એવી ટકોર કરી હતી કે, જે સ્કૂલો ગુજરાતી ન ભણાવે તેવી સ્કૂલોની એનઓસી રદ કરી દેવી જોઇએ. રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશના પગલે રાજ્યમાં તમામ સરકારી શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભણાવવાના નિયમનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આદેશો જારી કરી દીધા છે