ટેન્કરમાં વતન જતા ૧૦૫ શ્રમિકો સામે લોકડાઉન દરમિયાન જાહેર નામાનો ગુનો નોંધાયો’તો

કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન શાપર-વેરાવળના ૧૦૫ શ્રમિકો સામે જાહેરનામા ભંગની નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટ દ્વારા સ્ટે કરવામાં આવી છે.

વધુ વિગત શાપર-વેરાવળના ૧૦૫ શ્રમિકો ટેન્કરમાં બેસીને વતન જઈ રહ્યા હતા ત્યારે આણંદ જિલ્લાની પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામા આવી હતી.ઉપરોકત ફરિયાદ અન્વયે રાજકોટના સંતોકી શાંતનું અને મહેન્દ્ર રમેશ એ પોલીસ ધરપકડની દહેશતથી એફ.આઈ.આર. કવોશીંગ કરવા હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ એફ.આઈ.આર.ની. કાર્યવાહી સામે ન્યાયધીશે સ્ટે આપતો હુકમ કર્યો છે.

બચાવ પક્ષે હાઈકોર્ટ એડવોકેટ તરીકે મેહુલ પાડલીયા, રાજકોટના યુવા એડવોકેટ કૌશિક ખરચલીયા, ઈમરાન હિંગોરજા અને તેજશ ખરચલીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.