ક્રિકેટ ગ્રાઉન્ડમાં માટી-પાણીના ફેરામાં ગેરરીતિ આચરતા સૌરાષ્ટ્ર યુનિ.એ બ્લેક લીસ્ટ કર્યા’તા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં માટી અને પાણીના ફેરાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ આચરવાના કારણોસર બિલ્ડીંગ મટીરીયલ્સ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાના નિર્ણય સામે થયેલી રિટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાનો હુકમ રદ કરી જે યુનિવર્સિટીને રિમાન્ડ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર માટીના ફેરા તેમજ પાણી સપ્લાયના કોન્ટ્રાક્ટર ચંદુભાઈ રાજાભાઈ માલકીયા સામે ગોટાળો અને તેના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટર ચંદુભાઈ માલકીયાને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના આ હુકમને કોન્ટ્રાક્ટર માલકીયાએ પોતાને સાંભળ્યા વિના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાને એકતરફી બ્લેક લિસ્ટ કર્યા હોવાનું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
આ રીત પિટિશનમાં આખરી સુનાવણી બાદ હાઇકોર્ટ ચીફ જસ્ટીસ એ જે શાસ્ત્રીની બેંચે બંને પક્ષના વકીલો ની રજૂઆતો દલીલો ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચંદુભાઈ માલકીયા ને બ્લેક લિસ્ટ કરવાના હુકમને ગેર બંધારણીય અને ગેર ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાવી કોન્ટ્રાક્ટર ની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રીમાન્ડ કરવા જણાવ્યું હતું. આ કેસમાં અરજદાર વતી હાઇકોર્ટના એડવોકેટ હરેશ પટેલ, જય પટેલ, એન જે શાહ, જે એમ બારોટ રોકાયા હતા.