પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિને લઇ કોર્ટ ચિંતિત
સમગ્ર દેશમાં જયારે ગણપતિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે ત્યારે સરકાર તેમજ હાઇકોર્ટને ગણેશ વિસર્જનની ચિંતા સતાવી રહી છે. જે રીતે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વધી રહી છે. તેને જોતા તેનું વિસજન થશે તો પ્રદુષણની પરિસ્થિતિ ઉભી થશે. ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચિતાવ્યકત કરતા ગણેશ વિસર્જન અંગે એક ગાઇડલાઇન તૈયાર કરવા ગુજરાત સરકારને જણાવ્યું છે. આ અંગે અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૦ માં પણ પ્રદુષણને લઇ ચિંતા વ્યકત કરી હતી.
તાજેતરમાં જ સુરતે પ્રદુષણથી પોતાની સુરતને થતું નુકશાન બચાવવાનો પ્રયાસ કર્યો જેમાં ગણેશ ચતુર્થી દરમિયાન દસ દિવસ બાદ તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ લાદી દીધો છે. સુરત નગરપાલિકાની સાથે શહેર પોલીસે પણ આ અંગે જાહેરાત કરી દીધી છે.
આ અંગે શહેર પોલીસ કમિશન સતીષ શર્માએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને મોકલાયેલ રાષ્ટ્રીય ઝીન ટ્રિબ્યુનલ દિશા નિર્દેશો અનુસાર કોઇપણ પ્રાકૃતિક સંશાધનોમાં પ્લાસ્ટર ઓફ પેરીસથી બનેલી ગણેશ ચતુર્થીનું વિસર્જન પર પ્રતિબંધ છે.
પ્લાસ્ટર ઓફ પેરીસના ગણપતિમાં રસાયણિક રંગોનો પણ ઉપયોગ થાય છે જે પાણીને વધુ પ્રદુષિત કરે છે. જેને કારણે હવે તાપી નદીમાં કોઇપણ ધાર્મિક ઉત્સવની મૂર્તિઓ પધરાવવા દેવામાં આવશે નહી જેમાં દુર્ગાપૂજા, જન્માષ્ટમી અને મહોરમનો પણ સમાવેશ થાય છે.
મહત્વનું છે કે ગત વર્ષે લગભગ ૬૦ હજાર ગણેશ મૂર્તિઓનું શહેરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રદુષણ નિયંત્રણને લઇ શહેરમાં જ ૧૭ કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવ્યા હતા. અને આ વર્ષે પણ કૃત્રિમ તળાવો ઉભા કરાયા છે. અને અમને આશા છે કે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવોમાં થશે.
વધતા જતા પાણીના પ્રદુષણને લઇ ગુજરાત હાઇકોર્ટે પણ ગણેશ વિસર્જન અંગે ચિંતા વ્યકત કરી છે અને લોકોને નદીઓમાં ગણેશ વિસર્જન કરવા કહ્યું છે.