પોકસો હેઠળ ૧૫ વર્ષની જેલની સજા પામેલા
૨૦૧૭માં રાજકોટની અદાલતે પરિણીત શખ્સ નરેન્દ્રપરીને ૧૫ વર્ષની સજા ફટકારી હતી
ગુજરાત હાઈકોર્ટે પરિણીત પુ‚ષને દૂષ્કર્મના આરોપમાંથી મુકત કર્યો છે અને તેની ૧૫ વર્ષની જેલની સજાને પણ રદ્દ કરવાનો હુકમ આપ્યો છે. ૨૦૧૬માં રાજકોટની અદાલતે ૧૫ વર્ષની સજા તેને ફટકારી હતી. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે છોકરીને સગીર કહેતા તેની સામે પોકસોનો ગુનો નોંધાવ્યો હતો. આ પૂર્વે નીચલી અદાલતે સગીરા સાથેના બળાત્કારના આરોપ હેઠળ રાજકોટના નરેન્દ્રપરી ગૌસ્વામીને દોષીત જાહેર કરતા ૧૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ત્યારે ટ્રાયલ કોર્ટના ઓર્ડરને રદ્દ કરી હાઈકોર્ટે નરેન્દ્ર પરીને નિર્દોષ મુકત કરવાનો આદેશ આપ્યો છે.
નરેન્દ્રપરી ગૌસ્વામી અને છોકરી વચ્ચે પ્રેમસંબંધ હતો એટલે જબરદસ્તી સંબંધો છે તેમ માનવાને યોગ્ય નથી. હાઈકોર્ટે શારિરીક સંબંધોને કાનૂની બળાત્કાર એટલા માટે ન માન્યો કારણ કે ફરિયાદ પક્ષના વકીલ સાબીત ન કરી શકયા કે છોકરી સગીર વયની છે. તેમને સ્કૂલ લીવીંગ સર્ટિફીકેટ રજૂ કર્યું જેની ખાતરી કરી શકે તેવા સાક્ષી નહોતા.
ગૌસ્વામી સામે પોકસો એટલે કે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સીસ એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.રાજકોટની સ્પેશ્યલ કોર્ટે ૨૦૧૭માં નરેન્દ્રપરીને ૧૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ગૌસ્વામીની પૂર્વ પ્રેમીકાએ ૨૦૧૩માં આ ગુનો નોંધાવ્યા બાદ તેને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી વખતે હાઈકોર્ટે કહ્યું કે છોકરી છેલ્લા ૫ મહિનાથી ગૌસ્વામી સાથે રહેતી હતી અને તેની જાણ પણ હતી કે, ગૌસ્વામી પરિણીત છે અને બે બાળકોનો પિતા છે છતાં તેની સાથે સંબંધો ચાલુ રાખ્યા.
હાઈકોર્ટે આ અંગે કહ્યું કે, ગૌસ્વામી અને પીડિતા વચ્ચે પ્રેમસંબંધો હતો તે વાત સ્પષ્ટ છે અને પીડિતાએ પોતાની મરજીથી જ આરોપી સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા એટલે અરજી કરતા સામે કોઈ ગુનો વ્યાજબી નથી. ઘટના બનતી વખતે છોકરી સગીરા હતી તે માનવાનો હાઈકોર્ટે ઈન્કાર કર્યો કારણ કે દલીલ પક્ષ દ્વારા કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. હાઈકોર્ટે કહ્યું કે, સાક્ષી વીના રજૂ કરાયેલ સ્કૂલ લીવીંગ સર્ટી.થી સાબીત નથી થતું કે તેની ઉંમર સાચી છે માટે તેને ઠોસ પુરાવો ન ગણી શકાય અને વકીલ પીડિતાનું જન્મ પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ નિવડયા તેથી રાજકોટના નરેન્દ્રપરી ગૌસ્વામીની ૧૫ વર્ષની જેલની સજા રદ્દ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય લીધો હતો.