રાજકોટના નગરસેવક અતુલ રાજાણીએ હાઇકોર્ટમાં કરેલી પીઆઇએલને નકારી કઢાઇ
ગુજરાત હાઇકોર્ટે જાહેર હિતની અરજીની સુનાવણીમાં બુધવારે રાજય સરકારને કોરોનાના દર્દીઓને નામ જાહેર કરવાના નિર્દેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
રાજકોટ કોર્પોફ.ના ચાલુ કોર્પોરેટર અતુલ રાજાણીએ સ્થાનિક પ્રશાસન અને જીલ્લા પ્રશાસને કોરોનો પોઝિટીવ દર્દીઓના નામ ગુપ્ત રાખવાના નિર્ણય સામે હાઇકોર્ટની દાદ માંગી હતી. રાજાણીએ દલીલ કરી હતી કે દર્દીઓના નામ જાહેર થઇ જવાથી અન્ય લોકોને સંક્રમણથી બચવામાં સરળતા રહેશે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવવાથી ચેપનો ભય રહે તેનાથી જનહિતમાં દર્દીઓના નામ જાહેર થવા જોઇએ.
રાજય સરકારે આ માંગનો વિરોધ કર્યો હતો. ગુપ્તતાનો મુદ્દો આગળ ધરીને દર્દીઓના નામ જાહેર ન કરવાનું નકકી કર્યુ હતું. હાઇકોર્ટના ફરીયાદ થઇ હતી. કે સ્થાનિક પ્રશાસને દર્દીઓના નામ ગુપ્ત રાખવાનું ત્યારે નકકી કર્યુ હતું. જયારે વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉછી હતી કે તેમની ઓળખ જાહેર થઇ જતાં સમાજમાં તેમના પ્રતિ અછુત જેવું વર્તન કરવામાં આવે છે. આ અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે બુધવારે રાજય સરકારના નિતી વિષયક નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરવાનું નિર્ણય લેતા કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવા સરકારને નિર્દેશ કરવાનો ઇન્કાર કર્યો હતો.
જો કે કોર્ટે એવું પણ સુચન કર્યુ હતું કે એકવાર જવા કે તંત્રને કોઇપણ વ્યકિત તેમના વિસ્તારમાં કોરોના પોઝિટીવ હોવાનું જાણમાં આવે તો તંત્રએ સર્તક થઇને આ વિસ્તારમાં રહેતો લોકોને કોવિડ-૧૯ ના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતાં બચે તેવું આયોજન કરવું જોઇએ.
હાઇકોર્ટે કહ્યું કતું કે કોરોના સંક્રમિત દર્દીઓની હાજરીથી લોકો વાકેફ થાય તે માટે જે તે સ્થળ નોટીસ બોર્ડ ઉ૫ર તે અંગેની સુચના લખીને લોકો ને સજાગ કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.