5 થી 16 ડિસેમ્બરના સમય દરમિયાન સુપ્રીમમાં 2697 નવા કેસો નોંધાયા, સામે 5642 કેસોનો કોર્ટે નિકાલ કર્યો !!!

સુપ્રીમકોર્ટમાં કેસોનું ભારણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદભાર સંભાળેલા જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડની અથાગ મહેનતના પગલે ડિસેમ્બર માસના પ્રથમ બે સપ્તાહ માજ કેસોનો ભરાવો ઘટી ગયો છે. અને આ બે સપ્તાહમાં 200 ટકાથી વધુના કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે લોકોને દેશની ન્યાય પ્રણાલી પર ભરોસો મક્કમ બન્યો છે. આંકડાકીય માહિતી અનુસાર 5 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે 2697 નવા કેસો સામે આવ્યા હતા તો સામે અત્યંત પ્રશંસનીય કામગીરી કરતા સુપ્રીમ કોર્ટે 5642 કેસોનો નિકાલ કર્યો હતો. હાલ સુપ્રીમકોર્ટમાં 68835 કેસોનો ભરાવો છે. જેને આવનારા દિવસોમાં જડપભેર નિવારવામાં આવશે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાઈ ચંદ્રચુડની આગેવાનીમાં પ્રતિ દિવસ 300 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ માત્ર એક વખત જ નહીં, પરંતુ 9 વખત થયેલું છે. 1 જુલાઈ ના રોજ સુપ્રીમ કોર્ટ માટે એક માથા સમાચાર રૂપ કિસ્સો સામે આવ્યો હતો જેમાં કુલ પડતર કહેશોની સંખ્યા 72 હજારને પાર પહોંચી હતી. સમયમાં ચીફ જસ્ટિસ તરીકે કાર્ય કરી રહેલા એન.વી રમનાયે 2000 કેસોનો નિકાલ ત્વરિત કર્યો હતો અને પડતર કેસો 70,000 સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયા હતા. એટલુંજ નહીં ચીફ જસ્ટિસ લાલિતના કાર્યકાળ દરમિયાન ઓક્ટોબર થી નવેમ્બરના સમય વચ્ચારે કેસોની સંખ્યા 69781 સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ડિસેમ્બર 1ના રોજ કેસોમાં થોડા અંશે ઘટાડો નોંધાયો હતો.

જસ્ટિસ ડિ.વાઇ. ચંદ્રચુડના કાર્યકાળ દરમિયાન નવેમ્બર 9 થી ડિસેમ્બર 16 દરમિયાન કુલ કેસની સંખ્યા 5898 એ પહોંચી હતી જેમાં કોર્ટે 6844 કેસોનો નિકાલ કર્યો હતો. જે કુલ 116 ટકા કેસનો ભરાવો ઘટાડયો હતો. જે કેસની સંખ્યા ઘટી તેમાં 1353 ટ્રાન્સફર અંગેની પિટિશન હતી, અને 1163 કેસો જામીન અંગેના હતા. જે સમયે જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડ દ્વારા ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળવામાં આવ્યો તે સમયે એકજ દિવસમાં 277 નવા કેસો દાખલ થયા હતા. જ્યારે 16 ડિસેમ્બરના રોજ એકજ દિવસમાં 246 કેસ નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટ માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે 54 કેસના બંચમાં 488 પિટિશન દાખલ કરવામાં આવેલી છે જે સાંભળવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા નવ જજ, સાત જજ અને પાંચ જજની પેનલ એટલે કે બેંચ નક્કી કરવાની છે.

ડીલેઇડ જસ્ટિસ ઇસ ડીનાઇડ જસ્ટિસ

1977માં કરેલો દાવા હજુ પણ પેન્ડિંગ, ગુજરાત હાઈકોર્ટે 9 ન્યાયાધીશોને નોટિસ બજાવી!!!

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતના 9 ન્યાયાધીશોને નોટિસ બજાવવામાં આવી છે જેનું મુખ્ય કારણ એ છે કે આણંદ કોર્ટમાં 1977 માં કરેલો દાવો હજુ પણ પેન્ડિંગ છે જે અંગેની ગુજરાત હાઇકોર્ટને જાણ થતા નીચલી અદાલતના નવ ન્યાયાધીશોને કંટેમ્પટ  ઓફ કોર્ટની નોટિસ બજાવવામાં આવેલી છે. હાઇકોર્ટની બેંચે કહેવામાં આવેલી વાતનું કોઈ પણ કારણોસર

ઉલંઘન કરવા અથવા તો તેને ઇગ્નોર કરવાની વાત ધ્યાને આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પગલું લેવામાં આવ્યું છે. 1977માં આણંદ કોર્ટમાં મિલકત અંગે દાવો કરવામાં આવ્યો હતો જે બાદ નીટલી અદાલતે 1985 માં આ દાવા અંગે પોતાનો નિર્ણય પણ સંભળાવ્યો હતો ત્યારબાદ આ કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જેને ફરી નીચલી અદાલત એટલે કે આણંદ કોર્ટ ખાતે પરત કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ યોગ્ય નિકાલ અથવા તો નિર્ણય ન આવતા ગુજરાત હાઇકોર્ટે આણંદ કોર્ટને કરેલો દાવો ડિસેમ્બર 31,2005 સુધીમાં પૂર્ણ કરવાની સમય અવધિ પણ આપી હતી. એનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી આ અંગે ગુજરાત હાઇકોર્ટે દરેક ન્યાયાધીશ કે જેમની પાસે આ કેસ અથવા તો દાવો આવેલો હતો તેમની પાસે જવાબ પણ માંગ્યો છે અને કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ પણ બજાવવામાં આવી છે. હાઈકોર્ટે 20 જાન્યુઆરી 2023 ના રોજ યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.