આરબીઆઈ ન્યાયીક સંસ્થાઓને સુચન કે નિર્દેશ કરી શકે નહીં: બેંકોનાં નિર્ણયને બહાલી

એસ્સાર સ્ટીલને ગઈકાલે હાઈકોર્ટ દ્વારા મહત્વના ચુકાદામાં નાદારીની કાર્યવાહી આગળ વધારવા જણાવતા મોટો જટકો લાગ્યો હતો હાઈકોર્ટે જણાવ્યું હતુ કે ૪૫ હજાર કરોડનું દેવું હોય ત્યારે બેંકો તેની સામે કાયદા મુજબની કાર્યવાહી કરે તે યોગ્ય છે તેમજ આ કેસ અન્વયે હાઈકોર્ટે આરબીઆઈના વલણને અયોગ્ય ગણાવતા જણાવ્યુંં હતુ કે આરબીઆઈ ન્યાયીક કે અર્ધન્યાયીક સંસ્થાઓને નિર્દેશ, આદેશ કે સૂચન કરી શકે નહી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ૨૦ હજાર કરોડના વાર્ષિક ટર્નઓવરનો અંદાજ ધરાવતી એસ્સાર સ્ટીલ કંપનીને નાદારીમાં લઇ જવાની કાર્યવાહી કરવાના RBIના નિર્ણયને પડકારતી રિટમાં હાઇકોર્ટે કંપનીને કોઇ રાહત ના આપતા તેને મોટો ફટકો પડ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એસ.જી. શાહે ચુકાદો આપતા નોંધ્યું હતું કે,કંપનીનું દેવું રૂ. ૪૫ હજાર કરોડથી વધુનું છે અને તેની નોન પર્ફોમિંગ એસેટ્સ(NPA) રૂ. ૩૨ હજાર કરોડ છે. ત્યારે લોન આપનારી બેંકો કાયદા મુજબની પ્રક્રિયા કરે તે સિવાયનું કોઇ વિકલ્પ રહેતું નથી. જો કે, આ મામલે ગઈકઝ કોઇ પણ નિર્ણય પર પહોંચતા પહેલા કેસના ગુણદોષ અને અન્ય તથ્યોને સભાનતા પૂર્વક ચકાશે.

જસ્ટિસ શાહે ચુકાદો આપતા નોંધ્યું હતું કે,જે કંપનીઓએ  ૫૦૦૦ કરોડથી વધુના નાણાં ચૂકવવાના બાકી છે અને તે દેશના કુલ NPAના ૨૫ ટકા જેટલું હોય ત્યારે તેમની સામેની કાર્યવાહી માટેના રિઝર્વ બેંકના નિર્દેશ કે પછી અન્ય બેંકો દ્વારા ગઈકઝમાં કરાયેલી અરજીને બિનજરૂરી કે મનસ્વી ઠેરવી શકાય નહીં. જો કે, RBIઆવા કિસ્સાઓમાં સાવધ રહે અને ન્યાયિક સંસ્થાઓને આદેશ, નિર્દેશ કે સૂચન કરવાની તેણે બચવું જોઇએ.

હાઇકોર્ટે આ કેસમાં NCLT- નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ આ સમગ્ર પ્રકરણમાં નિર્ણય કરવા માટેની યોગ્ય અને કાયદાકીય સત્તા હોવાનું ઠેરવ્યું હતું. આ કેસમાં એસ્સાર સ્ટીલ તરફથી હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે,એપ્રિલ ૨૦૧૬થી જૂન ૨૦૧૭ દરમિયાન કંપનીએ બેંકોને  ૩૪૬૭ કરોડ ચુકવવા માટે ધિરાણકર્તાઓ સાથે ડેટ રિઝોલ્યુશન પ્રપોઝલના અંતિમ તબક્કામાં ચર્ચા કરી હતી. તેમજ કંપનીની તમામ કામગીરીમાં નોંધપાત્ર સુધી થઇ રહ્યો હતો અને તેનું ટર્નઓવર રૂ. ૨૦ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. ત્યારે કંપનીને ડેટ રિસ્ટ્રક્ચરિંગ(દેવા પુન:વ્યવસ્થાપન)ની કામગીરી માટે વધુ સમય આપવો જોઇતો હતો. કેમ કે કંપનીને નાદારીમાં દોરી જવાથી તેની કામગીરી નબળી પડી શકે છે અને બેંકો સાથે રિઝોલ્યુશનની ચર્ચામાં પણ વિલંબ સર્જાઇ શકે છે.

(IAC)ની રચના પછી તેની પ્રથમ મીટીંગ ૧૨મી જૂનના રોજ મળી હતી. જેમાં ગઙઅ ધરાવતા ૫૦૦ વ્યક્તિઓ-એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જણાઇ આવ્યું હતું કે, કુલ NPAના ૨૫ ટકા જેટલી રકમ ૧૨ કંપનીઓ પાસે છે. જેથી તેમણે બેંકોને એવી ભલામણ કરી હતી કે, તેઓ આ કંપનીઓને દેવું ભરપાઇ કરવા માટે એક યોજના આપે. છ મહિનામાં જો તેઓ બેંકની યોજનામાં સામેલ ન થાય તો પછી બેંકે તેમની સામે નાદારી હેઠળ કાર્યવાહી કરવી જોઇએ. આ ભલામણને આધારે RBIએ બેંકોને આવી કંપનીઓ સામે કામગારી ઝડપી બનાવવા સૂચન કર્યું હતું. એસ્સારનું ૩૧મી માર્ચ ૨૦૧૭ની સ્થિતિએ  ૩૨,૮૬૪ કરોડનું લેણુ બાકી છે. ખુદ કંપનીએ એક વાર NCLTમાં જવાની તૈયારી બતાવી હતી પરંતુ એ હકીકત તેમણે પિટિશનમાં છૂપાવી છે. કંપની SBIદ્વારા થનારી કાર્યવાહીથી અવગત હતી અને લોન આપનારી બેંકો તેમની સામે નાદારીની કાર્યવાહી કરશે તેની પણ તેમને જાણ હતી. આ તમામ રજૂઆતોને હાઇકોર્ટે સાંભળી હતી પરંતુ તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો અને તથ્યો અને પુરાવા આધારે તમામ રજૂઆતો ગઈકઝ સમક્ષ કરવાનું નોંધી ઉક્ત અવલોકનો કરતા રિટનો નિકાલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.