જામનગર ખાતે ફરજ દરમિયાન લાંચ લેતા પકડાયા અને ઓફિસમાંથી રૂ.૧.૮૦ લાખ રોકડ મળેલી: અમદાવાદ ખાતે ફરજ મોકુફ થયેલા
કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવતા ઈજનેરની આગોતરા જામીન અને કવોશીંગ પીટીશન ફગાવી: લાંચીયા અધિકારીઓમાં ફફડાટ
જામનગર ખાતે માર્ગ અને મકાન વિભાગમાં એક્ઝિકયુટીવ ઈજનેર તરીકે ફરજ બજાવતા ભુતપભાઈ સાંબળા નામના કર્મચારીને ૧૪-માસ પૂર્વે લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે ઓફિસની ઝડપી દરમિયાન તેની ચેમ્બરના ટેબલના ખાનામાંથી રૂ.૧.૮૦ લાખની રકમ પકડાયા અંગેનો ખુલાશો નહીં કરી શકતા તેની સામે અપ્રમાણસરની મિલક્ત મળી આવતા તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ હેઠળ ગુનો દાખલ કરેલો તેમજ અમદાવાદ ખાતે ફરજ દરમિયાનને ફરજ મોકુફ ગુના પેન્ડીંગ હતો.
આ ગુનાની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસીબીના પીઆઈ સી.જે.સુરેજાએ ભુપતભાઈ સાંબળાની ધરપકડના વિવિધ સ્થળે દરોડા પાડતા જે ધરપકડની દહેશતથી ભુપત સોળવાએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલી તે કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં ફરિયાદ રક કરવા કવોશીગ પીટીશન કરેલી તે પણ હાઈકોર્ટ ફગાવી દઈ નામંજૂર કરતા ભુપત સાંબળાની ધરપકડ કરવા એ.સી.બી.ના સ્ટાફે જુનાગઢ રહેતા અને જામનગર ખાતે માર્ગ અને મકાન વિભાગમાં એકઝીકયુટીવ ઈજનેર તરીકે ભુપતભાઈ જેશાભાઈ સાંબડા ફરજ બજાવતા હતા.
ત્યારે તા.૨૦/૧૦/૨૦૧૬ના રોજ રૂ.૨૫,૦૦૦/-ની લાંચ લેતા પકડાયેલા તે વખતે તેઓની કચેરીની ઝડપી તપાસ દરમ્યાનતેઓના ટેબલના ખાનામાંથી રૂ.૧.૮૦ લાખની રોકડ રકમ મળી આવેલી આ બાબતે આ રકમ તેમને કોણે આપેલી જે અંગેના તેઓના ખુલાસાઓ વ્યાજબી જણાયેલા નહીં જેથી તેઓ વિરુઘ્ધ આ રકમ અંગે નિયામક એ.સી.બી. ગુજરાત રાજયના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ દરમ્યાન પણ તેઓની પાસેથી મળેલી આ રકમ તેઓની કાયદેસરની આવક હોવાનું તેઓ સાબિત કરી શકેલા નહીં જેથી આ રકમ તેઓએ અપ્રમાણિકતાથી મેળવેલી હોવાનું તપાસ દરમ્યાન જણાય આવતા તેઓ વિરુઘ્ધ બી.જી.ચેતરીયા પોલીસ ઈન્સ્પેકટર એ.સી.બી. જામનગરનાઓએ તા.૧૮/૧૦/૨૦૧૭ના રોજ જામનગર એસીબી પો.સ્ટે.માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩ (૧) ઈ, ૧૩ (૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલો. જેની તપાસ સી.જે.સુરેજા પોલીસ ઈન્સ્પેકટર એસીબી દેવભૂમિ દ્વારકાને સોંપવામાં આવેલી હતી.
ભુપતભાઈ સાંબડા અગાઉના કેસમાં ફરજ મોફુક હતા અને તેમનું હેડ કવાર્ટર અમદાવાદ ખાતે આવેલું હતું. તેમના વિરુઘ્ધ આ બીજો ગુન્હો દાખલ થતા તેઓ નાસી ગયેલા અને તેઓના જુનાગઢ, રાજકોટ, ભાડેર, અમદાવાદ અને ઉપલેટા તપાસ કરતા મળી આવેલા નહીં અને નાસતા ફરતા હોય પોતાની કચેરીમાં પણ હાજર રહેતા નહીં હોય તેઓ જયાં હોય ત્યાંથી તેઓની ધરપકડ કરવા માટે સીઆરપીસી કલમ-૭૦ મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવવામાં આવેલું છે અને તે વોરંટની નકલો રાજયના તમામ પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવેલા છે અને તેઓએ આગોતરા જામીન ઉપર છુટવા જામનગરની કોર્ટમાં અરજીઓ કરેલી જે નામંજુર થતા હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરવા દાદ માગેલી જે પણ હાઈકોર્ટ દ્વારા તા.૨૨/૧૨/૨૦૧૭ના રોજ તેઓની અરજી કાઢી નાખવામાં આવી હતી.
આ તપાસમાં કેશવ કુમાર નિયામક એ.સી.બી. રાજય અમદાવાદ તથા હસમુખભાઈ પટેલ, અધિક નિયામક એ.સી.બી. અમદાવાદ તેમજ એ.પી.જાડેજા મદદનીશ નિયામક એસીબી રાજકોટ વિભાગ તરફથી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલું અને તેઓના કાયદાકીય માર્ગદર્શનથી એસીબીમાં પકડાયેલા અને અપ્રમાણસર મિલકત ધારણ કરતા અનેક કલાસ-૧ અધિકારીની જામીન અરજીઓ રદ થતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી
ગયો છે.