પોલીસ ભરતી માટે અત્યાર સુધી સૌથી મોટી લાયકાત શારીરિક ક્ષમતાને ગણવામાં આવતી હતી. વ્યક્તિની હાઈટી લઈને વજન સુધીનું બધુ ગણતરીમાં લેવાતું હતું. પરંતુ વડી અદાલતના ચુકાદાએ શારીરિક ક્ષમતાનો છેડ ઉડાવી દીધો છે. રીમા મુન્સી નામના મહિલા એસીપીને શારીરિક ક્ષમતા ઓછી હોવાના કારણે નોકરીમાંથી રદ્દ કરાતા વડી અદાલતમાં કેસ પહોંચ્યો હતો અને વડી અદાલતને તેમની નોકરી બચાવી લીધી છે.
૮ વર્ષ પહેલા પોલીસ ભરતી સમયે રીમા મુન્સી ૫ સે.મી. ચેસ્ટનો ક્રાઈટ એરીયા તેમજ ટૂંકી લંબાઈ હોવાના કારણે સીલેકટ થઈ શકયા નહોતા. અલબત તેમને જામનગર ખાતે મેડિકલ બોર્ડમાં ફીટ જાહેર કરાયા હતા. પરિણામે તેમને પોલીસની નોકરીમાં મુકાયા હતા. અલબત આ મુદ્દો મુન્સી પછીના ડીવાયએસપી નેહા પરમારે છેડયો છે. તેમણે શારીરિક ક્ષમતા મુદ્દે અદાલતમાં ઘા કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દો ધ્યાને લઈ મુન્સીને ગેરલાયક ઠેરવ્યા હતા.
ત્યારબાદ આ મુદ્દો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રિમ કોર્ટે રીમા મુન્સીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટની સીંગલ બેંચની ખંડપીઠે યોગ્ય નિર્ણય લીધો ન હોવાનું કહ્યું છે. સુપ્રિમ કોર્ટે શારીરિક લાયકાત માટે ગણવામાં આવતા માપદંડો ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. મેડિકલ બોર્ડે મંજૂરી આપી દીધા બાદ પણ શા માટે સવાલો ઉભા યા તે અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી માટેશારીરિક ક્ષમતા ઉપર સૌથી વધુ ધ્યાન દેવામાં આવે છે. અલબત શારીરિક ક્ષમતામાં માત્ર ટૂંકા પોઈન્ટના કારણે ઘણી વખત ઉમેદવારો બાકાત રહી જાય છે. આ ઉપરાંત શારીરિક ક્ષમતાનો માપદંડ કઈ રીતે ઘડાયું છે તેને કઈ રીતે ધ્યાનમાં લેવાય છે તે મુદ્દે પણ સવાલો ઉભા થાય છે.વડી અદાલતે એસીપી રીમા મુન્સીની તરફેણમાં આપેલા ચુકાદા બાદ અનેક એવા ઉમેદવારો સામે આવી શકે છે જેઓ પ્રમ દ્રષ્ટીએ શારીરિક ક્ષમતા માટે યોગ્ય નહોતા પરંતુ ત્યારબાદ તેમની ક્ષમતા વિકસી હતી. મેડિકલમાં પણ તેઓ પાસ ઈ ગયા હતા.