ઈદ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થવાથી કોરોના ફેલાવવાની સંભાવના મુદે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે રજૂ કરેલી જવાબથી હાઈકોર્ટ સંતુષ્ટ

ગુજરાત-સહિત દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જાહેર મેવાડા થતા હોય તેવા તમામ ધાર્મિક તહેવારો કે પ્રસંગો ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. આગામી બકરી ઈદ પર મોટા પ્રમાણમાં મુસ્લિમ ભાઈ બહેનો એકઠા થવાની સંભાવના હોય તેની જાહેરમાં ઉજવણી પર અને કતલખાના સંપૂર્ણ પણે બંધ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં બે જાહેર હિતની અરજી થઈ હતી આ અરજીનાં અનુસંધાને રાજય સરકારે રજૂ કરેલી જવાબથી સંતુષ્ટ થઈને હાઈકોર્ટે બકરી ઈદ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે દરેક જિલ્લામાં કલમ ૧૪૪ લગાવવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ વિક્રમનાથન અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચે આ બંને જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જેમાં રાજય સરકારે આ મુદે કરેલી કાર્યવાહીનો જવાબ રજૂ કરીને અમદાવાદ પોલીસ કમિશનરે આ મુદે જાહેરનામું બહાર પાડયું હોવાનો પુરાવો રજૂ કર્યો હતો. જેથી બેંચે આ બંને અરજીઓને કાઢી નાખીને સરકારને દરેક જિલ્લાનાં પોલીસ વડાઓને અમદાવાદ પોલીસ કમિશ્નરની જેમ કલમ ૧૪૪ લગાવે અને તે માટેનું જાહેરનામું બહાર પાડીને કડક અમલ કરવા આદેશ કર્યો હતો. જયારે કતલખાના પણ બંધ રાખવા મુદે પણ હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેર કરેલા નોટીફીકેશનને યોગ્ય માનીને આ મુદે આગળ વધારે હુકમ કરવાની જરૂર ન માનીને આ અરજી કાઢી નાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.