એક લાખ સુધીની રકમના ઉઘરાણા થતા હોવાથી દર્દીઓના પરિવારજનોની કફોડી સ્થિતિ: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટ રાજય સરકારને ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવાર માટે અયોગ્ય રીતે નાંણા વસુલાતા હોવાની ફરિયાદને પગલે કોરોના દર્દીઓની સારવાર માટે નિશ્ર્ચિત ભાવે કરવાની હિમાયત કરી છે. ગુજરાત હાઇકોર્ટની સંયુકત ખંડપીઠના ન્યાયમૂર્તિ જેલી પાલડીવાળા અને ઇોેશ વોરાએ સુવોમોટોની અરજીની સુનાવણી દરમિયાન રાજયમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે વધુ પૈસા લેવાતા હોવાના અહેવાલોને પગલે હાઇકોર્ટ હાથ ઉપર લીધેલી કાર્યવાહી સાથે સરકારને કોરોના કટોકટી દરમિયાન કોવિડ-૧૯ની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં નિધિતભાવ નકકી કરવા રાજય સરકારને હિમાયત કરવામાં આવી છે. સાથે સાથે કોરોનાના દર્દીઓ પાસેથી વધુનાંણા વસુલવા સામે ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે.
હાઇકોર્ટ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા નિમાથેલી કોરોના સારવાર માટે કેટલીક હોસ્પિટલો દર્દીઓ પાસેથી ઊંચી રકમ વસુલે છે. અમદાવાદમાં એકલાખ રૂપિયાની ફી વસુલાતી હોય જે સામાન્ય માણસ કયારે પણ ભરપાઇ ન કરી શકે અને તેથી તે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી ન શકે. હાઇકોર્ટની સંયુકત ખંડપીઠે ખાનગી દવાખાનાઓ કોરોનાની સારવાર માટે દર્દીઓ પાસેથી ઊંચી રકમ ન પડાવે.
અમદાવાદની કેટલીક ખાનગી હોસ્પિટલ તગડી ફી વસુલે છે. અત્યારે કોરોનાની સારવારનો ખાનગી દવાખાનામાં ૧ લાખ રૂ ભાવ ચાલે છે આ ખરેખર અન્યાય કારી અને કોઇ સંજોગોમાં સ્વીકાર્ય ન જ ગણાય તેમ હાઇકોર્ટ જણાળ્યુ હતું.
હાઇકોર્ટ રાજય સરકારને તાત્કાલિક આ મુદ્દો ઉકેલવાની હિમાયત કરી ખાનગી હોસ્પિટલ ને ખાસ ચેતવણી જરી કરી છે.
ન્યાયમૂર્તિ જેથી પાલડીવાલા અને ઇલેશવેની સંયુકત ખંડપીઠે જણાવ્યુ હતુ કે જો ખાનગી દવાખાનાઓ મોટી રકમની વસુલાતનો આગ્રહ બંધ નહી કરેતો કોર્ટ એ હોસિપટલના પરવાના રદ કરવા સુધીની આકરી કાર્યવાહી કરશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૪મેની સ્થિતિ ૯૫૯૨ કોરોના કેસ નોંધાયા છે અને ૫૮૬ મૃત્યુ થયા છે. રાજય અત્યારે કોરોના સંક્રમણની પરિસ્થિતિ સામે ખુબ જ સંઘર્ષ કરી રહ્યુ છે. ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવાર માટે લાખ રૂપિયાની ફ્રી વસુલાત સામે અદાલત આકરે પાણીએ થઇ છે.