પોલીસે રૂપલલનાઓની જીંદગી દોઝખ ન બને તે માટે દુવ્યહાર ન કરવા અને મીડિયામાં તસવીર અને ઓળખ ન થાય તેની તકેદારી રાખો: સુપ્રીમ કોર્ટ

રૂપલલનાની ગ્રાહક સાથેની મીડિયા દ્વારા તસવીર પ્રસિધ્ધ કરવામાં આવે તો તેની સામે આઇપીસી કલમ 354(સી) હેઠળ કાર્યવાહી કરવા હુકમ

લોહીનો વેપાર કરી ગુજરાન ચલાવતી રૂપલલનાઓને સોસાયટીમાં રહેવું મુશ્કેલ ન બને અને સમાજ તરછોડે નહી તે માટે બેઆબરૂને વધુ બેઆબરૂ ન કરવા પોલીસ અને મિડીયાને આદેશ કરતો હુકમ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. કુટણખાના અંગે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહાર ન કરવા અને રૂપજીવીજીનીની માન મર્યાદા જળવાય રહે તે માટે મિડીયામાં બલર કરેલી તસવીર પણ પ્રસિધ્ધ ન કરે તેમજ તેણીની કોઇ પણ પ્રકારની ઓળખ ન જાહેર ન કરે તેની તકેદારી રાખે તે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

19-7-2011ના રોજ રૂપલલનાઓ માટે પોલની રચના કરવામાં આવી હતી. તેમા ત્રણ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોહીનો વેપાર છોડી આબરૂદાર જીંદગી જીવવા ઇચ્છતી રૂપલલનાને પુન:ર્વસન માટે માનભેર જીંદગી જીવી શકે અને તેની ગરીમાન જાળવવા ઓળખ છુપાવી શકવા અંગે ચર્ચા થઇ હતી આ ઉપરાંત રૂપજીવીની વૈશ્યાવૃતિનો વ્યવસાય પણ માનભેર ચોકકસ શરત સાથે કરી શકે તે અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીશ એલ.નાગેશ્ર્વર રાવ, બી.આર.ગાવલ અને એ.એસ.બોપનના સમક્ષ સુનાવણી નીકળી હતી.સભ્ય સમાજ માટે શરમજનક કહી શકયા પરંતુ બંધારણની જોગવાય મુજબ તમામને સમાન કાયદો અને સમાન ન્યાયને અનુસરવા માટે સેકસ વર્કસ માનભેર જીવી શકે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. માનવીય શિષ્ટાચાર અને ગૌરવનું રક્ષણ તેમના બાળકોના ભણતર અંગે જરૂરી કેર કરવી તેમના સન્માન અને જરૂરી લાભની તક સાથે જીવવાના અધિકાર મળી રહે તે જરૂરી જણાવી સુપ્રીમ કોર્ટ દ્વારા રૂપલલનાઓને પોલીસ પકડે ત્યારે તેમના પ્રત્યે સહાનુભૂતિ સાથે સંવેદનાથી જોઇ તોછડુ વર્તન ન કરે અને તેમની ઓળખ જાહેર ન થાય તે માટે પોલીસ અને મિડીયા દ્વારા તકેદારી રાખવા સ્પષ્ટ આદેશ કરી રૂપજીવીનીઓને બેઆબરૂ કરી ગ્રાહક સાથેના સેકસ વર્કરના ફોટા જાહેર કરવા પર પ્રતિબંધ મુકી અવાર અવાર પ્રતિબંધનો ભંગ કરતા ઇલેકટ્રોનિક મિડીયા સામે સખ્ત કાર્યવાહી કરાવા ચુકાદામાં જણાવ્યું છે.કોઇ પણ રૂપજીવીન જાતીય હુમલાનો ભોગ બને ત્યારે રૂપલલનાને સાંભળી જરૂરી કાનૂની માર્ગ દર્શન આપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચુકાદામાં અનુરોધ કર્યો છે.

રૂપજીવીનીની ઇચ્છા વિરૂધ્ધ અટકાયત કરવામાં આવે તેવા સંજોગોમાં જરૂરી સમિક્ષા કરી સમય મર્યાદામાં મુક્તિ આપવી જરૂરી ગણાવી છે. સામાન્ય રીતે સેકસ વર્કર પ્રત્યે પોલીસનું વલણ ક્રુર અને હિંસક હોય છે. આ પ્રકારના પોલીસ અધિકારીઓને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકાર કરવામાં આવી છે. અને રૂપજીવીનીનીઓ પણ સમાજનો જ એક વર્ગ છે તેની જાતો ઓળખાતી નથી પોલીસ અને અન્ય એજન્સીઓએ મજબુર અને લાચાર રૂપલલનાઓ પ્રત્યે સંવેદનશીલ બની સહકાર આપવો જોઇએ નહી કે તેણીની ગરીમાને લાંછન લાગે તેવું વર્તન કરવુ જરૂરી છે.કોઇ પણ રૂપજીવીનીની પોતાના દ્વારા કરવામાં આવતા લોહીનો વેપાર છોડી ફરી સભ્ય સમાજમાં આવવા માગતી હોય તેઓને સહકાર અને સહાનુભૂતિ આપવી પણ જરૂરી ગણાવી છે.

કુટણખાના પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે મિડીયા પણ નિષ્ઠુર બની મજબુર અને લાચાર સેકસ વર્કનની સમાજમાં ઓળખ આપતા હોય છે તે પણ અયોગ્ય ગણાવી ગ્રાહક સાથેની તસવીર પ્રકાશિત કરશે તો આવા મિડીયા સામે ભારતીય દંડ સહિતાની કલમ 354(સી) હેઠળ ગુનો લાગુ કરી શકાય છે. આ અંગે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરે તે જરૂરી હોવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ આદેશ કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.