ભારતીય મજદૂર સંઘ ની ભવ્ય સફળતા: કામદારોમાં પ્રસરી ખુશીની લહેર
કટારીયા એન્ટરપ્રાઈઝ સંસ્થાનાં આશરે 250 ડ્રાઈવરોએ રાજકોટ જીલ્લા મજદુર સંઘ મારફત સંસ્થા સામે પગાર વધારાની તેમજ દૈનિક ભથ્થાના વધારાની તેમજ વોશીંગ એલાઉન્સ અંગે તેમજ ડ્રાઈવરની સાથે કલીનર પુરા પાડવા અંગે વિગેરે માંગણીઓ મુકેલ હતી જેમાં ઔધોગીક ન્યાયપંચ, બંન્ને પક્ષોને સાંભળી તેમજ તેમની સમક્ષ 2જુ થયેલ સાક્ષી પુરાવા ધ્યાને લઈને સંસ્થાએ તા.1/5/2014 ના રોજ રોલ ઉપર રહેલ તમામ ડ્રાઈવરોને તે વખતે જે પગાર રેકર્ડ ઉપર અપાય છે તેમાં 20% નો વધારો તા. 1/5/2016 થી આપવો અને તા. 1/5/2016 થી આજદિન સુધીની થતી એરીયર્સની રકમ ચુકવી આપવા સંસ્થાને હુકમ કરેલ હતો.
ટ્રીબ્યુનલે વધુમાં હુકમ કરેલ હતો કે, તા.1/5/2014 થી રોલ ઉપર રહેલ ડ્રાઈવર પૈકી જો કોઈ ડ્રાઈવર છુટા થયેલ હોય અથવા મૃત્યુ પામેલ હોય તો તેઓને તા. 1/5/2016 થી છુટા થયા તારીખ સુધીનું તથા મૃત્યુ પામેલ કામદારોના કાયદેસરના વારસદારોને તા.1/5/2016 થી તેઓની મૃત્યુ તારીખ સુધીનું એરીયર્સ ચુકવવું તેમજ યુનીયનએ મુકેલ દૈનિક ભથ્થાની તેમજ વોશીંગ એલાઉન્સ ની તેમજ કલીનર પુરા પાડવા અંગેની અન્ય માંગણીઓ પણ તા. 5/ર/2022 ના ચુકદાથી મંજુર કરેલ હતી.
ઉપરોકત ચુકાદા સામે સંસ્થાએ હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશન દાખલ કરી રજુઆત કરેલ હતી કે, ન્યાયપંચએ આપેલ ચુકાદો તદન ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે અને ઉચ્ચ અદાલતોએ ઉદ્યોગ અને વિસ્તાર તેમજ સરખામણી યોગ્ય સંસ્થાઓના સિધ્ધાંત અનુસાર તેમજ સંસ્થાની માંગણીઓને સંતોષવા માટેની આર્થીક નબળી પરિસ્થિતિ અંગે રજુઆતો કરી ન્યાયપંચનો ચુકાદો રદબાતલ કરવા રીટપીટીશન દાખલ કરેલ હતી.
આ રીટપીટીશનનું તા. 24/03/2023, શુકવારના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ડીવીઝન બેંન્ચની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવેલ હતી જેમાં સંસ્થા તેમજ યુનીયનનાં એડવોકેટને લંબાણપૂર્વક સાંભળવામા આવેલ હતા. આ તકે કંપની પક્ષેથી ન્યાયપંચનો ચુકાદો સ્થિગત કરવા માટે રજુઆતો કરવામા આવેલ હતી. જેના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટએ તેમના હુકમ દ્રારા કામદારોને પગાર વધારાની તફાવતની રકમ તેમજ ડ્રાઈવર સાથે કલીનર પુરા પાડવાની માંગણી તેમજ વોશીંગ એલાઉન્સ પ્રતિ માસ રૂ.500/- ચુકવવાની માંગણી તેમજ ગેરહાજર દિવસ ઉપરાંતનાં દિવસોનો પગાર કપાત કરવા અંગેનાં ન્યાયપંચના હુકમને હાલની તકે માન્ય રાખી પગાર તફાવતની રકમ તેમજ અન્ય લાભો 4-અઠવાડીયામાં કામદારોને ચુકવી આપવા નામદાર ગુજરાત હાઈકોર્ટએ આદેશ આપેલ છે. જયારે ન્યાયપંચએ માન્ય રાખેલ બાકીની માંગણીઓ હાલની તકે સ્થિગત કરેલ છે. આ ચુકાદાથી કામદારોમાં આનંદમય વાતાવરણ ફેલાયેલ છે
આ કેસમાં રાજકોટ જીલ્લા મઝદુર સંઘ વતી પંકજભાઈ રાયચુરા તેમજ મુસાભાઈ જોબન રોકાયેલા હતાં. જયારે યુનીયન પક્ષેથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજયગુરૂ રોકાયેલ હતાં. ઉપરોક્ત કેસ શરૂઆતથી જ ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો