રાયની સ્વૈચ્છીક નિવૃત્તિની માંગને કેન્દ્ર સરકારે ખાતાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધીના મંજુર કરવાનો નિર્ણય કર્યો છે
સોહસબુદ્દીન એનકાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ રાજકુમાર પાંડિયન અને ડી.જી. વણજારાને જેલ ભેગા કરનાર આઇ.પી.એસ. અધિકારી રજનીક રાયની સ્વૈચ્છીક રાજીનામાની અરજી અંગે કેન્દ્ર સરકાર તથા રજનીશ રાય એમ બન્ને પક્ષોને સ્ટેટસ સ્ટેટસ કર્યો એટલે કે યથાવત પરિસ્થિતિની જાળવી રાખવાનો આદેશ આપતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. વધુ ગુંચવણ ઉભી ન થાય તે હેતુ માટે આ આદેશ કરવામાં આવ્યો છે. તેવી પણ વાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી. રજનીશ રાયે ઓગષ્ટ-૨૦૧૮માં સ્વૈચ્છીક રાજીનામા માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને આરજી કરી હતી. અરજી નામંજુર કરતા ગૃહ વિભાગે જવાબ આપ્યો હતો કે તેમની સામે ચાલી રહેલી ખાતાકીય કાર્યવાહીને વિજીલન્સે કલીઅરન્સ મળ્યું નથી. તેથી તેમને ફરજ મુકત કરી શકાય નહી. જેથી રજનીશ રાયે તેમને ફરજ મુકત કરી શકાય નહીં. જેથી રજનીશ રાયે સી.એ.ટી. (સેન્ટ્રલ એડમીનીસ્ટેટિવ ટ્રિબ્યુનલ) ની અમદાવાદ બેન્ચમાં પિટિશન કરી પોતાને ફરજ મુકત ગણવા માગણી કરી હતી. પરંતુ સી.એ.ટી.ની અમદાવાદ બેંચમાં ડીવીઝન બેન્ચ ન હોવાથી તેમની અરજી અંગે સુનાવણી થતી ન હતી. પીટિશનના તાત્કાલીક નિકાલ માટે રજનીશી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી. રાવની ખંડપીઠ સમક્ષ અરજી કરી હતી.
રજજીન રાયે પીટીશન એમ પણ માંગણી કરી છે નિવૃતિ બાદ નોકરી કે વ્યવસાય કરે તેમાં સરકાર કોઇ દખલગીરી કે ખલેલ ન કરે રજનીશ રાય છઠ્ઠી મેના રોજ આઇ.આઇ.એમ. અમદાવાદમાં પબ્લીક સિસ્ટમ્સ ગ્રુપ વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. અને જુલાઇ મહીનામાં સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આઇ.આઇ. એમ. ને પત્ર લખી પ્રશ્ર્ન પૂછયો હતો કે રજનીશ રાય સરકારી રેકોર્ડ પ્રમાણે સસ્પેન્ડ છે. તેમ છતાં તેમની નિમણુંક શા માટે કરવામાં આવી? ખંડપીઠે એ પ્રશ્ર્ન હલ કર્યો હતો કે આઇ.આઇ. એમ. સ્વતંત્ર સંસ્થા છે.
કેન્દ્ર સરકાર શા માટે આવા પત્રો લખી રહી છે? હાઇકોર્ટે એમ પણ નોંઘ્યું હતુ કે આ પ્રકારે પત્રો લખી હસ્તક્ષેપ કરવાની જગ્યાએ સરકારે હાઇકોર્ટને અરજી કરવી જોઇએ અને હાઇકોર્ટના આદેશથી પણ સંતોષ ન થાય તેઓ સુપ્રિમ કોર્ટમાં થઇ શકે છે.