કાયદા મુજબ ખાવાની વસ્તુઓ કિલોગ્રામમાં અને પીવાની હોય તો લીટરના હિસાબથી વેચવાની જોગવાઈ હોવા છતા રેસ્ટોરાંમાં લેવાય છે પ્લેટ દીઠ ભાવ: ખાવા-પીવાની વસ્તુઓ વજન પર વેચવાની દાદ માંગતી પીટીશન દાખલ

હોટલમાં પિરશવામાં આવતી વાનગીઓનો ભાવ ડીશ પ્રમાણે નહી પરંતુ વજન પ્રમાણે લેવામાં આવે તેવી દાદ માગતી પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. આ મામલે હાઈકોર્ટ સરકારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે.

પાલક પનીર, દાલ ફ્રાય કે પછી બીરયાનીના ભાવ પર પ્લેટ નહીં, પરંતુ વજન પ્રમાણે લેવાની માગ કરતી રસપ્રદ રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ કરાઈ છે. હોટેલ અને રેસ્ટોરાંમાં ખાદ્ય સામગ્રીઓના વેચાણ માટેના ચોક્કસ કાયદા બનાવવામાં આવ્યા છે. જે કાયદા મુજબ ખાવાની વસ્તુઓ કિલોગ્રામ અને પ્રવાહી હોય તો લિટરના હિસાબી વેચાવાની જોગવાઇ છે. પરંતુ સામાન્ય રીતે દરેક હોટેલ કે રેસ્ટોરાંમાં પ્લેટ દીઠ ભાવ લેવાય છે અને એ ભાવ પણ દરેક સ્ળે જુદાજુદા હોય છે. તેી ગ્રાહકો લૂંટાય છે અને કાયદાનો પણ છડેચોક ભંગ ાય છે. તેી હોટેલ અને રેસ્ટોરાંમાં ખાવા-પીવાની વસ્તુઓ વજન પર વેચવાની દાદ પિટિશનમાં માંગવામાં આવી છે.

રિટ પિટિશનના અનુસંધાને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીએ રાજ્ય સરકારના તોલમાપ વિભાગને સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરવાનો આદેશ કરી નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી ૨૬મી ઓગસ્ટ મુકરર કરી છે. અરજદાર સંસ ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ તરફી એડવોકેટ જીતેન્દ્ર પંડ્યાએ રિટ પિટિશન કરીને એ મતલબના મુદ્દા ઉપસ્તિ કર્યા છે કે,હોટેલ અને રેસ્ટોરાંમાં કોઇ પણ વસ્તુઓનો ઓર્ડર આપો તો તેના ભાવ ડીશ મુજબ ફિક્સ રખાયા છે. દરેક જગ્યાએ ડીશની સાઇઝ અને સ્ટાન્ડર્ડ પણ જુદાજુદા હોય છે. તેી એક જ વસ્તુ માટે અલગ અલગ ભાવ તો ચૂકવવા પડે છે. રેસ્ટોરાંમાં ગ્રાહકે જો એક પ્લેટ બીરયાનીનો ઓર્ડર આપ્યો હોય તો તેને કેટલી ક્વોન્ટિટી આપવામાં આવી તે ખબર જ હોતી ની. તેને ડીશ મુજબ રેટ ચૂકવવા પડે છે.

રાજ્ય ભરની રેસ્ટોરાં અને હોટેલ્સમાં આ જ ચલણ છે અને તે કાયદાની જોગવાઇઓી વિપરીત છે. વધુમાં એવી રજૂઆત કરાઈ છે કે,કોઇ પણ ખાવા-પીવાની વસ્તુનું વેચાણ તેના વજનને આધારે કે ગણતરીને આધારે ાય તે માટે ૧૯૭૬માં સ્ટાન્ડર્ડ ઓફ મેપ એન્ડ મેઝરમેન્ટ એક્ટ અમલમાં આવ્યો હતો. આ એક્ટની જોગવાઇઓનું અમલ તું ની અને ડીશ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે. હોટેલ કે રેસ્ટોરન્ટના મેનૂમાં ડીશ પ્રમાણે ભાવ લખવામાં આવે છે, જેનો કોઇ સ્ટાન્ડર્ડ માપ હોતો ની. તેી ડીશ મુજબ ભાવ વસૂલવાની વલણ ગેરકાયદેસર અને ગ્રાહકના હિતી વિરોધી છે. આ માટેના કાયદા મુજબ વજનનું માપ કિલોગ્રામ અને લીટરમાં જ રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમ છતાંય તેનો અમલ તો ની. પીત્ઝા પણ તેના માપના આધારે નહીં વજનના આધારે વેચાવવા જોઇએ. રિટમાં એવી દલીલ કરાઈ છે કે આ સમગ્ર મામલે વર્ષ ૨૦૧૫માં રાજ્ય સરકાર, તોલમાપ કમિશનર વગેરેને કાયદાકીય જોગવાઇઓ જણાવીને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ તે નોટિસમાં કોઇ જવાબ ના મળતા હાઇકોર્ટમાં રિટ પિટિશન કરાઈ છે.

૨૦૦૦થી ઓછુ ભાડુ લેતી હોટલમાં જીએસટી દર ૧૮ નહીં % લેવા ભલામણ

ગુડસ એન્ડ સર્વીસ ટેકસ (જીએસટી) ૧લી જુલાઇથી લાગુ થવાની સાથે હોટેલ ઇન્ડસ્ટ્રીઓએ માંગ કરી છે કે ‚ા ૨૦૦૦ થી ઓછું ભાડુ લેતી બજેટ હોટેલોમાં જીએસટી ટેકસ દર ૧૮ થી ઘટાડીને ૫ ટકા કરવો જોઇએ જો બજેટ હોટેલો ઉપર વધુ ટેકસ લદાશે તો તેની નકારાત્મક અસર ઉપજશે હોટેલ ઇન્ડસ્ટ્રીઓ બજેટ હોટેલોને પ ટકાના સ્લેબમાં નાખવા ઇચ્છે છે. દર ‚મે પ્રતિ રાત્રિનું ભાડું ‚ા ૨૦૦૦ થી ઓછું લેતી હોટેલોમાં વર્તમાન સમયમાં સર્વીસ અને લકઝરી ટેકસ સહીત કુલ ૧૩ ટકા ટેકસ વસુલાય છે. જો વર્તમાન ટેકસ સ્લેબ કરતાં પણ ઊંચો ટેકસ બોજો વધશે તેમજ આની વિપરીત અસરો પડશે. હોટેલો આ વધારાનો કરબોજો ગ્રાહકો ઉપર ઠાલવશે. તેમજ બજેટ હોટેલો ભાડાપટ્ટાની રકમમાં વધારો કરશે. બજેટ હોટેલોમાં ‚મ માટે કોઇ સર્વીસ ટેકસ લગતો નથી પરંતુ જીએસટીના અમલીકરણ બાદ ‚મ ઉપર સર્વીસ ટેકસ વસુલાશે જેના કારણે હોટેલોના કુલ ખર્ચમાં વધારો થશે. જેની અમે પરોક્ષ રીતે ગ્રાહકો પાસેથી વસુલાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.