નિયમોનું ઉલ્લંઘન કરી ગંગાનદી પાસે ટ્રેચીંગ ગ્રાઉન્ડ બનાવવા વિરૂધ્ધની અરજીના પગલે ઉતરાખંડ હાઈકોર્ટે નોટિસ ફટકારી માંગ્યો જવાબ
ઉતરાખંડ હાઈકોર્ટે પાસેથી માનવ દજો મળ્યા બાદ ગંગાનદીને પ્રથમ કાનુની નોટીસ મળી છે. તેમાં કહેવાયું છે કે શા માટે ગંગા નદી નજીકની જમીનને ટ્રેચીંગ ગ્રાઉન્ડના નિર્માણ માટે આપવામાં આવી છે.
ઋષિકેશના રહેવાસી ખદરી ખડકના ગ્રામ પ્રધાન સ્વ‚પસિંહ પુડીરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે, ગંગા નદી નજીક ટ્રેચીંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે નિયમોનું ઉલ્લંઘન છે. જેના પગલે હાઈકોર્ટ ડીવીઝન બેચના ન્યાયાધીશ વી.કે. બીસ્ટ અને અલોકસિંહે ગંગાનદી, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ, સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ તેમજ ઋષીકેશ મ્યુનિસીપલને નોટીસ પાઠવી આઠ મે સુધીમાં જવાબ આપવા કહ્યું છે.
અરજી કરનાર સ્વ‚પસિંહ પુંડરીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં ગ્રામ પંચાયતે આ જમીન ગામ લોકોને જણાવ્યા વગર મ્યુનીસીપલ બોર્ડને આપી દીધી હતી. જે ઉપર ટ્રેચીંગ ગ્રાઉન્ડ બનાવાઈ રહ્યું છે. પુંડરીએ વધુમાં જણાવ્યુંં કે, જે જગ્યાએ જમીન આપવામાં આવી તેની બંને બાજુ ગંગાનદી છે અને ચોમાસુ ઋતુમાં વરસાદને કારણે પૂર આવવાથી જોખમ ઉભું થઈ શકે છે. ગંગાનદીને માનવીય સ્થાન મળ્યા બાદ હાઈકોર્ટની આ પ્રથમ નોટીસ છે. ગંગાનદીની તરફથી નમામી ભંગે યોજનાના નિર્દેશક અને ઉતરાખંડના મુખ્ય સચિવે કોર્ટમાં જવાબ આપવો પડશે.