જેતપુરમાં પ્રદૂષણ ફેલાવતા ડાઈંગ એકમોને તાત્કાલીક બંધ કરાવવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટીંગ એકમો દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવાતું હોય ભુગર્ભ જળ પ્રદૂષિત વાની સાથો સાથ આ પ્રદૂષણ ભાદર ડેમ સુધી પહોંચતા પર્યાવરણ અને પ્રજા માટે ખતરારૂપ પ્રદૂષણ ઓકતા જેતપુરના ઉદ્યોગોને તાત્કાલીક બંધ કરાવવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી તાં હાઈકોર્ટે રાજકોટ જિલ્લા કલેકટર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ડાઈંગ પ્રિન્ટીંગ એસો. જેતપુરને નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ ચકચારી પ્રકરણે આગામી સપ્ટેમ્બર માસમાં હાઈકોર્ટેમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
જાણવા મળતી વિગતો મુજબ દાયકાઓી જેતપુરમાં ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. જેતપુરના ડાઈંગ પ્રિન્ટીંગ એકમોમાં સાડી, ડ્રેસ અને વિદેશમાં નિકાસ કરવા માટે ખાસ કપડાઓને પ્રોસેસ કરવામાં આવે છે અને આ પ્રોસેસમાંથી અત્યંત ઝેરી અને કલરવાળુ પાણી નીકળતું હોય આ પ્રદૂષિત પાણી ઉદ્યોગકારો પ્રોસેસ કર્યા વગર જ જાહેરમાં છોડતા હોય પ્રદૂષિત પાણીને કારણે જેતપુર પંકમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યા છે.
આ ઉપરાંત વોંકળાઓ નદી મારફત પાણી ભાદર ડેમ સુધી પહોંચી રહ્યાં હોય રામદેવ સંજવા નામના નાગરિકે એડવોકેટ તુષાર શેઠ મારફતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી જેતપુરના ડાઈંગ-પ્રિન્ટીંગ ઉદ્યોગો બંધ કરવા માંગણી કરી છે. વધુમાં પીઆઈએલમાં જણાવ્યું છે કે, ડાઈંગ-પ્રિન્ટીંગ એસો.માં ઉત્પાદિત તાં સાડી, ડ્રેસ મટીરીયલ અને અન્ય કપડાને ગેરકાયદેસર રીતે ધમધમતા જુદા જુદા ધોલાઈ ઘાટોમાં ધોવામાં આવે છે અને આ પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દિવસે-દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.
રામદેવ સંજવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ તેણે જુદી જુદી ૧૬૫ ફરિયાદો કરી છે પરંતુ ગુજરાત પોલ્યુશન બોર્ડ, જિલ્લા કલેકટર કે અન્ય કોઈ સત્તાધીશોએ આ ગંભીર બાબતે કોઈ જ પગલા ભર્યા નથી. આ સંજોગોમાં જાહેરહિતની અરજી માટે રામદેવ સંજવાએ સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે.
બીજી તરફ હાઈકોર્ટમાં જેતપુરના ડાઈંગ-પ્રિન્ટીંગ ઉદ્યોગોને બંધ કરાવવામાં યેલી જાહેરહિતની અરજીની સુનાવણી ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર.એસ.રેડ્ડી અને જસ્ટીસ વી.એમ.પંચોલીએ જિલ્લા કલેકટર રાજકોટ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રાજકોટ અને જેતપુર ડાઈંગ પ્રિન્ટીંગ એસો.ના હોદ્દેદારોને નોટિસ ફટકારી છે અને આગામી સપ્ટેમ્બર માસમાં વધુ સુનાવણી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.