રાયોટીંગના ગુનાની તપાસ આઈપીએસ રેન્કના અધિકારીને સોંપવા પીટીશન
દીનુ બોઘા સોલંકી સહિતના સામે થયેલી રોઈટીંગની ફરિયાદની તપાસ ટ્રાન્સફર કરવા મામલે હાઈકોર્ટે ડીજીપીને નોટીસ ફટકારી છે.
ફરિયાદી જેતુબીબી સાલોતની માંગણીના કારણે અગાઉ હાઈકોર્ટે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અલબત હવે આ તપાસ પીએસઆઈ કક્ષાએથી આઈપીએસ કક્ષાએ સોંપવા માંગ થઈ છે. દીનુ બોઘા સોલંકી રાજકીય, નાણાંકીય અને મસલ પાવર ધરાવતા હોવાથી આ કેસમાં પીઆઈ કે પીએસઆઈ કક્ષાના અધિકારી યોગ્ય તપાસ કરી શકે નહી તેવી દલીલ થઈ છે.
જેથી હવે તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના આઈપીએસ ઓફીસરને સોંપવા હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. જેતુબીબી સલોતના ઘર પર દીનુ બોઘા સોલંકી અને તેના ટેકેદારોએ હુમલો કર્યો હોવાનોઆ કેસ છે જેમાં પોલીસ ફરિયાદીને પ્રોટેકશન આપવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ થયો છે.