- આગોતરા જામીન અરજીની સુનાવણી વેળાએ ગાંધીગ્રામ પોલીસ મથકના અધિકારી અનઉપસ્થિતિના કારણે કાર્યવાહી કરવા હુકમ
Rajkot News
કનસ્ટ્રક્શન સાઈટ પરથી પડી જવાથી મૃત્યુ નિપજવાના બનાવમાં કોર્ટમાં હાજર નહિ રહી હાઈકોર્ટના હુકમનો અનાદર કરનાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 174 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા હાઇકોર્ટે હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં હકીકત મુજબ રાજકોટ શહેરના 150’ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક પાસે આવેલ સેફાયર હાઈટસ બિલ્ડીંગના ક્ધસ્ટ્રક્શન સાઈટ ખાતે એક મજુરનું પડી જવાથી મૃત્યુ થયું હતું. અને જે બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા બનાવ અંગે કોન્ટ્રાક્ટર સુરેશ દેવાભાઈ મકવાણા વિરૂધ્ધ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ ઈ.પી.કો. કલમ 304, 114 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.
જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે સુરેશ મકવાણાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી નામંજુર થતા ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ચાલવા પર આવતા હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીને તપાસના કાગળો સાથે હાજર રહેવાનો આદેશ કર્યો હતો પરંતુ તપાસ કરનાર અધિકારી મુદત તારીખના દિવસે હાજર રહેલ ન હતા કે તેમના તરફે કોઈ તપાસનો રીપોર્ટ રજુ કરેલ ન હતો તેવી જ રીતે ફરીથી હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીને તા. 14/02/2024 ના રોજ હાજર રહેવાનો હુકમ કરેલો હતો. પરંતુ ફરીથી તપાસ કરનાર અધિકારી હાજર રહેલ ન હતા.
જેથી હાઈકોર્ટે તે બાબતની ગંભીર નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રીને એવો આદેશ કરેલ કે તપાસ કરનાર અધિકારીને આઈ.પી.સી. કલમ 174 મુજબ શા માટે તપાસ કરનાર અધિકારી કોર્ટમાં આવેલ નથી તેનો ખુલાસો પુછવા અને સાથે એવો પણ આદેશ કરેલ છે કે રાજકોટના પોલીસ કમિશ્નરે આ ભાબતે જરૂરી પગલાં લેવા અને તેનો ખુલાસો અત્રેની અદાલતને કરવો. આમ પોલીસની ગંભીર બેદરકારી સબબ હાઈકોર્ટ દ્વારા તપાસ કરનાર અધિકારી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 174 મુજબની કાર્યવાહી કરવાનો આદેશ કરેલ છે. આ કેસમાં આરોપી સુરેશભાઈ મકવાણા વતી હાઈકોર્ટમાં મેહુલભાઈ એસ. પાડલીયા, રાજકોટના અશ્વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, રવિરાજ રાઠોડ અને ભાર્ગવ બોડા રોકાયા હતા.