સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલની આચાર્યના પદ પરથી અર્જેન્દ્રપ્રસાદને હટાવવાની અરજી પર સુનાવણી કરવા હાઇકોર્ટના જજ જે.બી. પારકીવાલાનો ઇન્કાર
વર્ષ ૨૦૦૫માં પ્રકાશમાં આવેલા વડતાલ સેકસ સીડી કાંડ મામલે હાઇકોર્ટના જજે પારોઠ ના પગલા ભર્યા છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્ર પ્રસાદને હટાવવા વિરુઘ્ધ દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
આ અરજી વડતાલ સ્વામીનારાયણ મંદીર ધર્મપ્રિયદાસજી ગુરુના પુજારી દ્વારા કરવામાં આવી હતી. હાઇકોર્ટ જજ પારડીવાલાએ એ મન ઉપર અરજીની સુનાવણી કરવાની ના કહી દીધી હતી કે ન્યાયાયિક અધિકારીને અજેન્દ્રપ્રસાદ પાંડે વિરુઘ્ધ કેસ ચલાવવા અનાવશ્યક જલ્દબાજી કરી છે.
ફરીયાદ કરનારે કોર્ટમાં આગ્રહ કર્યો હતો કે આ કેસની કાર્યવાહી ઝડપી ન કરવામાં આવે કારણ કે તેની અરજી અજેન્દ્રપ્રસાદ પાંડેની જમાનત અટકાવવા માટે છે અને પાંડેની વિરુઘ્ધ અન્ય એક અરજી આ મામલે વધુ તપાસ કરાવવા માટેની છે જે હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ પડેલી છે.
જણાવી દઇએ કે, વર્ષ ૨૦૦૪માં વડતાલ સ્વામીનારાયણ સેકસ સીડી કાંડ સામે આવ્યો હતો. અને વર્ષ ૨૦૦૫માં આ મામલે ફરીયાદ નોંધાઇ હતી. અગાઉ નડીયાદની મેજીસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે ફરીયાદ નોંધાઇ હતી. અને આ અરજીને નડિયાદ મેજીસ્ટ્રેટ કોર્ટે નકારી હતી ત્યારબાદ વડતાલ સ્વામીનારાયણ મંદીર ધર્મપ્રીયદાસજીના પુજારીએ આ મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.