પોરબંદર અદાલતે તમામને નિદોર્ષ છોડી મુકવાના હુકમને પડકારતા હાઇકોર્ટ નીચેની કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો‘તો
પોરબંદર નગર પાલિકાના તત્કાલિત ભાજપના નગર સેવકની કરપીણ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટ તમામને નિદોર્ષ છોડી મુકવાના હુકમ સામે સરકાર દ્વારા કરવામાં અપીલને હાઇકોર્ટ ફગાવી દીધી છે.વધુ વિગત મુજબ પોરબંદર નગરપાલિકાના કોર્પોરેટ અને ભાજપ અગ્રણીની વર્ષ ૨૦૦૫માં ગોળી મારી હત્યા કરવાના ગુનામાં સંતાકબેન જાડેજા, કાંધલ જાડેજાની અને કરણ જાડેજા સહિત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો સેશન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.પોરબંદર કોર્ટના હુકમ સામે રાજય સરકાર અને દિલીપ ઓડેદરાએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી જે અપીલ જતા હાઇકોર્ટ અપીલ કાઢી નાખી પોરબંદર સેશન્સ કોટેના હુકમને માન્ય રાખ્યો હતો.