અગાશી પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ‘તી
સેશન્સ કોર્ટના આજીવન કેદની સજાના હુકમ સામે હાઈકોર્ટમાં દાદ માંગી ‘તી
રાજકોટ શહેરમાં નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ ખાતે માતાને અગાશી પરથી ફેંકી દઈ મોત નિપજાવી ખુનના ગુનામાં જેલ હવાલે રહેલ પ્રોફેસર પુત્રને રાજકોટની સેશન્સ અદાલતે ફરમાવેલી આજીવન સજાના હુકમને હાઈકોર્ટેમાં પડકારતા સેશન્સ અદાલતનો હુકમ સ્થગીત કરી પુત્ર સંદિપ વિનોદકુમાર નથવાણી ને જામીન પર મુકત કરતો હુકમ હાઈકોર્ટે ઘ્વારા કરવામાં આવેલો છે.
વધુ વિગત મુજબ સને-2018વર્ષમાં શહેરના નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ ખાતે માતાને અગાશી પરથી ફેંકી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદકુમાર નથવાણી વિરૂધ્ધ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ. સદરહુ ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધિકારી ધ્વારા સંદીપ નથવાણી વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા તેઓ વિરૂધ્ધ અદાલતમાં ચાજેશીટ કરવામાં આવેલી. સદરહુ કેસ ચાલી જતા એડી. સેશન્સ જજ ધ્વારા સદરહુ પ્રોફેસર સંદીપ નથવાણી વિરૂધ્ધ ફરીયાદ પક્ષ તેનો પુરવાર કરવામાં સફળ થયેલા હોય જેથી સંદીપ નથવાણી ને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલી હતી.
આ કામમાં આરોપી પ્રોફેસર સંદીપ નથવાણીએ હાઈકોર્ટમાં સદરહુ હુકમની સામે અપીલ દાખલ કરવામાં આવેલી અને તે અપીલના અનુસંધાને હાઈકોટે સમક્ષ જામીન પર મુકત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપી સંદીપ નથવાણી તરફે એવી રજુઆત કરવામાં આવેલી કે સદરહુ કેસમાં કોઈ દાર્શનિક સાહેદ નથી, આ કામના આરોપી સંદીપ નથવાણીને ખોટી રીતે હાલના કેસમાં સંડોવી દેવામાં આવેલો છે. સદરહુ ફરીયાદ ત્રણ માસ મોડી નોંધવામાં આવેલી છે તેમજ ટ્રાયલ કોર્ટે ઘ્વારા પુરાવાનું મુલ્યાંકન કરવામાં ભુલ કરી સજાનો હુકમ ફરમાવેલો હોય જેથી આરોપી સંદીપ નથવાણીને જામીન પર મુકત કરવા અરજ કરેલી. સદરહ અરજીના અનુસંધાને સરકારી વકીલ ધ્વારા સખત વાંધો લેવામાં આવેલ અને જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી
હાઈકોર્ટે ઘ્વારા ટ્રાયલ કોર્ટેમાં લેવામાં આવેલ તમામ સાહેદોની જુબાની તેમજ રજુ રાખવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓને અને સી.સી.ટી.વી. ફુટેજના સમયને ધ્યાનમાં લઈ હાઈકોટેના ન્યાયમુર્તિ એ.જે.દેસાઈ તથા સમીર જે. દવે ઘ્વારા . ટ્રાયલ કોટેના સજાના હુકમને અપીલના નિણેય સુધી સ્થગિત રાખવા અને આરોપી સંદીપ નથવાણીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ.
બચાવ પક્ષે રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરૂગ, નિશાંત જોષી, દેવેન ગઢવી તથા નામ. ગુજરાત હાઈકોટેના એડવોકેટ મુંજાલ ભટ્ટ અને તનવીર લોલાડીયા રોકાયેલા હતા.