ગેરકાયદે બાંગ્લાદેશથી આયાત કરી કાળા બજાર કરતા ચાર ઝડપાયા’તા
કોરોના મહામારીની દવા રેમડેસીવીર ઈન્જેકશનના કાળાબજારની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ઔષધ નિરીક્ષક કચેરી દ્વારા બોગસ ગ્રાહક મોકલી તપાસ કરાતા સંદીપ માથુકિયા અને પિતરાઈ ભાઈ યસ માથુકિયા બાંગ્લાદેશથી આયાત કરેલા રેડેસીવીર ઇન્જેકશનના જથ્થા સાથે ઝડપાઇ ગયા હતા. તે બંને ઈન્જેકશનનો જથ્થો અમદાવાદની નિલકંઠ એલીક્ષીર એલએલપીવાળા પાર્થ ગોયાણી પાસેથી આને પાર્થ આ ઈન્જેકશનનો જથ્થો બાંગ્લાદેશના શબ્બીર અહેમદ પાસેથી પરમિટ વિના ગેરકાયદે આયાત કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી અમદાવાદ નિલકંઠ એલીક્ષીર એલએલપીવાળા પાર્થ ઉપરાંત ભાગીદાર વૈશાલી ગોધાણી દર્શન સુરેશભાઈ સોની કમિશન એજન્ટ સંદીપ માથુકિયા યસ માથુકિયા બાંગ્લાદેશના શબ્બીર અહેમદ વગેરે સામે પ્રેમ દેશી ઇન્જેક્શનની ગેરકાયદે આયાતનું કૌભાંડ તેમજ ઈન્જેકશન ની પ્રાઈસ ટેગ ઉપર છેકછાક કરી કાળા બજાર અને દર્દીના જીવનું જોખમ ઉભુ કરવાના ગુનાહિત કૃત્ય સબ શાભ ૪૬૮ ૧૨૦બ ૩૪ ઔષધ અને સૌન્દર્ય પ્રસાધન ધારાની કલમો આને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી.
તેમાં અમદાવાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તે પૈકી આરોપી દર્શન સુરેશભાઈ સોનીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી નામંજૂર થઈ હતી. આથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે આરોપી હતી સિનિયર કોન્સલ નિરુપમ નાણાવટીની રજુઆતો અને દલીલો હતી કે આરોપી દર્શન સોની લાંબા સમયથી જેલમાં છે અન્ય ત્રણ આરોપી જામીન મુક્ત થઈ ચૂક્યા છે તેથી પેરિટીના ધોરણે અરજદાર આરોપી દર્શન સોનીને જામીન આપવા જોઇએ. બંને પક્ષોની રજુઆતો દલીલો બાદ ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ વીએમ પંચોલીએ આરોપી દર્શન સોનીની જામીન અરજી મંજૂર કરી હતી.