• વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી.
  • ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી

ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો.

વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા.

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.