ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી યુવતિને બ્લેક મેઈલીંગ કરી રાજકોટના યુવકે બળાત્કાર ગુજાર્યો હતો

આત્મીય યુનિવર્સિટી સામે શકિતનગરમાં રહેતી યુવતીએ કેશોદનાં ક્રિશ્ર્ના પાર્ક સોસાયટીમાં રહેતા મયુર લાલવાણી સામે બી ડીવીઝનમાં ફરિયાદ કરી હતી. કે મયુરે ફેસબુકનાં માધ્યમથી મિત્રતા કેળવી ફોનના નંબરની આપલે કરી પરીચય ગાઢ બનાવ્યા બાદ જુદાજુદા સ્થળે અને હોટેલમાં લઈ જઈ સંમતિ વગર વારંવાર દુષ્કર્મ આચરી નગ્ન ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી. ચકચારી બનેલ આ ઘટનામાં દુષ્કર્મના આરોપી મયુર લાલવાણીએ પોતાના સામેની એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી રજૂઆત કરેલ કે ભોગ બનનાર પુખ્ત વયના છે. ભોગ બનનાર અને આરોપી વચ્ચેની ટેલીફોનીક વાતચીત પરથી ફરિયાદની સમગ્ર હકિકતો ખોટી ઠરે છે. અને સ્ટોરી ઉભી કર્યાનું ફલીત થાય છે. વધુમાં બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગયેલ હોય એ કોઈ રાગદ્વેષ રહેતો ના હોય આ અંગે સોગંદનામું રજૂ કરાયું હતુ.

અદાલતે બંને પક્ષની રજૂઆતો રેકર્ડ પરનું સાહિત્ય ફરિયાદીનાં સોગંદનામાની હકિકતો ધ્યાને લેતા ગેર સમજો દૂર થઈ હોય બંને પક્ષકારો પુખ્ત હોય સહમતીથી સંબંધો હોય ફરિયાદીને કથીત બનાવમાં કોઈ ગંભીર ઈજા ના હોય બંને વચ્ચે સમાધાન થઈ જતા આરોપી સામેની ફરિયાદ રદ કરતો હુકમ ફરમાવ્યો હતો. ઉપરોકત ઘટનાના આરોપી તરીકે એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલશાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વિરડીયા તથા હાઈકોર્ટના આશિષ ડગલી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.