ટ્રકની હડફેટે બાઈક ચાલકના મોતથી મૃતકના વારસોને કચ્છની ટ્રીબ્યુનલે રૂ.૪.૬૫ લાખ વળતર મંજૂર કયું ‘તુ
કચ્છ જિલ્લાનાં મમુઆરાથી કુકમા ગામ તરફ ટ્રકની હડફેટે બાઈક ચાલક હરીશભાઈ પરમારનું મોત નિપજતા તેના વારસો જાગૃતીબેને રૂ.૩૫ લાખનું વળતર મેળવવા કલેઈમ કેસ દાખલ કરેલો જેમાં કોર્ટે રૂ.૪૬૬૫૫૦૦નો ખર્ચ અને વ્યાજે સાથે વળતર મંજૂર કર્યું હતુ.
ઓછુ વળતર મંજૂર થતા મૃતકના વારસોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
હાઈકોર્ટના જસ્ટીસ અકીલ કુરેશી અને જસ્ટીસ બી.એન. કારીયાની બેચ સમક્ષ આવતા તે અપીલની સુનાવણી જે રજૂ થયેલા આવકના પુરાવામાં માસીક રૂ.૪૫૦૦૦ કમાતા હોવા છતા ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ ન કરતા હતા. ગુજરનારની માસીક આવક અને ભવિષ્યની આવકને ધ્યાનમાં લઈને માસીક રૂ.૧૭૫૦૦ની રકમ ધ્યાનમાં લઈ અને તેઓના વારસોને વળતરની રકમ રૂ.૨૩૬૦૦૦૦ ખર્ચ અને વ્યાજ સહિત રૂ. ૪૫૩૦૯૩૨ રકમ ચૂકવવા માટે વિમા કંપની ઉપર હુકમ કરેલા છે. હાઈકોર્ટ સમક્ષ ગુજરનારના વારસો જાગૃતિબેન વતી એડવોકેટ હેમલ શાહ રોકાયા હતા.