ત્રણ ત્રણ વર્ષથી ગુમ સગીરાને શોધવામાં શું પોલીસ ફીફાં ખાંડે છે???
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની 14 વર્ષની તરૂણી ત્રણ ત્રણ વર્ષથી શોધવામાં પોલીસ નિષ્ફળ રહેતા પોલીસની હાઇકોર્ટ દ્વારા આકરી આલોચના કરી ત્રણ વર્ષ સુધી પોલીસે શુ કર્યુ તે અંગે જવાબ રજૂ કરવા કરેલા આદેશથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. અતિઆધૂનિક ટેકનોલોજી ધરાવતી પોલીસ ભેદ ઉકેલવાના નબણગાથ ફુકતી પોલીસ કેમ એક બાળકીને શોધમાં વામણી સાબીત થઇ તેવી ફિટકાર વરસાવી છે.
ગાંધીગ્રામ વિસ્તારની 14 વર્ષની તરૂણી એક 30 વર્ષની વયના શખ્સ સાથે ભાગી ગયા અંગેનો ગાંધીગ્રામ પોલીસમાં 2019માં નોંધાયો હતો. ગાંધીગ્રામ પોલીસ તરૂણીની ભાળ મેળવવામાં નિષ્ફળ રહેતા તરૂણીના પિતાએ હાઇકોર્ટમાં દાદ મેળવવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી હાઇકોર્ટની જસ્ટીશ સોનિયા ગોકાણી અને જસ્ટીશ મૌના ભટ્ટની ડિવિઝન બેન્ચમાં સુનાવણી શરૂ થતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની સગીરાની ભાળ મેળવવા પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી તે અંગે જવાબ રજુ કરવા હુકમ કર્યો હતો.
તરૂણીની ભાળ મેળવવા ગાંધીગ્રામ પોલીસ બાદ માનવ તસ્કરી વિરોધી સેલને તપાસ સોપવામાં આવી હોવાનું અને કોરોનાના કારણે પોલીસ વ્યસ્ત હોવાનો વાહિયાત બચાવ પોલીસ દ્વારા રજુ કરાયો હતો.
પોલીસના વાહિયાત બચાવ સામે ખફા થયેલી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આકરી આલોચના કરી અતિઆધૂનિક ટેકનોલોજી હોવા છતાં કેમ ત્રણ વર્ષથી તપાસ ઠેરની ઠેર છે. અતિઆધૂનિક સાધનો ન હતા ત્યારે પણ પોલીસ દ્વારા તપાસ થતી અને ભેદ ઉકેલવામાં સફળ રહેતી હોય તો કેમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી શુ તરૂણી પુકત બની લગ્ન કર્યા બાદ પોતાની મરજી મુજબ લગ્ન કર્યાના અધિકારને આગળ ધરી એફઆઇઆર રદ કરવાની માગણી કરવામાં આવશે તેવો અદાલત દ્વારા સવાલ કરી પોલીસને આત્મનિરિક્ષણ કરવાની ટકોર કરી તરૂણી અને તેને ભગાડી જનાર 30 વર્ષના શખ્સને શોધી કાઢવા છ અઠવાડીયાનો સમય આપી છે.
અગાઉના સમયમાં ટાચા સાધનો વચ્ચે પણ પોલીસ કામ કરતી હતી અત્યારે અતિ આધૂનિક ટેકનોલોજી હોવા છતાં તરૂણીની ત્રણ વર્ષ સુધી ભાળ ન મળવા પાછળ તેઓ આધાર કાર્ડ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ ન કરતા હોવાથી ભાળ મેળવવી મુશ્કેલ હોવાનો પોલીસ દ્વારા કરાયેલા બચાવને અદાલતે આકરા શબ્દોમાં વખોડી પોલીસને પુરી નિષ્ઠા સાથે ગમે તે સિસ્ટમ દ્વારા શોધી કાઢવા અદાલતે હુકમ કર્યો છે.