Abtak Media Google News
  • ગરીમાપૂર્ણ લીગલ સેમિનારમાં હાઈકોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટની સિનિયર કાઉન્સીલની ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર-ક્ચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ગુજરાત હાઇકોર્ટના પ્રથમ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્સીલ સુશ્રી સોનિયાબેન ગોકાણીના અધ્યક્ષસ્થાને બેંકમાં કાર્યરત પેનલ એડવોકેટ માટે માર્ગદર્શક લીગલ સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલ હતો.

સુશ્રી સોનિયાબેન ગોકાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘અત્યારની એડવાન્સ ટેકનોલોજીના સમયમાં  આપણે બધાં મહદ્અંશે ગુગલને બધું પુછતા હોઇએ છીએ અને એના જે પણ જવાબો મળે તે આપણા માટે ઉપયોગી હોય છે. અને ઘણે બધે અંશે ટેકનોલોજીએ આપણા બધા માટે સરળતા કરી દીધી છે. અહીં ઘણા બધા યંગ લોકોનો જોઇ રહી છું. તેઓ ટેકનોસેવી જોવા મળે છે. તા. 1 જુલાઇ 2024થી ત્રણ નવા કાયદા અમલમાં આવી રહ્યા છે. 25 ડિસેમ્બર 2023થી આ કાયદાઓ અમલમાં આવ્યા હતા પરંતુ તે સમયે કેન્દ્ર સરકારને એવું લાગ્યું કે આ કાયદાને અમલમાં મુકવા માટે થોડો સમય આપવો જોઇએ એટલે હવે પછી આ કાયદા અમલમાં આવી રહ્યા છે. આ તકે મને આશા છે કે તમે બધા આ દેશ માટે ઘણું બધું કરી શકો છો અને અવશ્ય કરશો જ. આ ઉપરાંત એડવોકેટની બાર પ્રત્યેની ભૂમિકા અને જસ્ટીસની બેંચ પ્રત્યેની ભૂમિકા અંગે વિશેષ છણાવટ કરી હતી.’

બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘આ સેમિનારનો ઉદ્ેશ નોલેજ અપડેશન કરવાનો છે. અહીં બે નિષ્ણાંતો દ્વારા વિષય સંબધીત ઘનિષ્ઠ માહિતી આપવામાં આવે છે. સાથોસાથ વિચારોની આપ-લે થાય છે અને પરસ્પર પરિચય વધે છે. વિશેષમાં, બેંકની વાત કરીએ તો, બેંકનો બિઝનેશ રૂા. 10,048 કરોડનો થયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના અંતે અન ઓડિટેડ નફો રૂા. 133.67 કરોડ નોંધાયેલ છે. બેંકનું કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂા. 2,876 કરોડ, સીડી રેશિયો 61.26 ટકા છે. બેંકિંગ માપદંડ અનુસાર આપણે ચુસ્ત, દુરુસ્ત, તંદુરસ્ત અને આર્થિક સદ્ધર હોવાનું સ્ટેટસ અવિરત જાળવી રાખી શક્યા છીએ. દેશમાં ઉજવાયેલ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે બેંક દ્વારા 75 હજાર નવા બેંક ખાતા ખોલી અનેક પરિવારજનોને બેંક સાથે જોડ્યા છે. અત્યારે ડીજીટલ યુગની વાત સર્વત્ર થઇ રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આપણી બેંકમાં થતા કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહાર ડીજીટલી થાય છે.’

આ અવસરે બેંક સાથે વર્ષોથી સંકળાયેલા સીનીયર એડવોકેટ અને બેંક તરફી સીમાચિહ્નરૂપ ચુકાદાઓ લાવનાર એડવોકેટ્સ પૈકી જનકભાઇ શાહ (અમદાવાદ), નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની વિશેષ કામગીરી કરતાં અનિલભાઇ દેસાઇ (રાજકોટ), પ્રધ્યુમનસિંહ મકવાણા (સુરેન્દ્રનગર), નીલભાઇ પુજારા (રાજકોટ)નું સુશ્રી સોનિયાબેન ગોકાણીના હસ્તે રૂમાલ અને પુસ્તકથી જાહેર સન્માન ર્ક્યું હતું.

આ સેમિનારમાં સુશ્રી સોનિયાબેન ગોકાણી (પૂર્વ ચીફ જસ્ટીસ-ગુજરાત હાઇકોર્ટ), પ્રેમલભાઇ રાચ્છ (એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ), બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), કાર્તિકેયભાઇ પારેખ, હસમુખભાઇ હિંડોચા (કો-ઓપ્ટ), માધવભાઇ દવે, કિર્તીદાબેન જાદવ, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, અશોકભાઇ ગાંધી, શૈલેષભાઇ મકવાણા, દિપકભાઇ બકરાણીયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), રજનીકાંત રાયુચરા (ડી.જી.એમ.) ઉપરાંત બહોળી સંખ્યામાં પેનલ એડવોકેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં સીનીયર એડવોકેટ પૈકી અનિલભાઇ દેસાઇ, આર. એમ. વારોતરીયા, યતીનભાઇ ભટ્ટ, ગીરીશભાઇ ભટ્ટ, પંકજભાઇ કોઠારી, પ્રશાંતભાઇ જોષી, સંજયભાઇ વોરા (જીલ્લા સરકારી વકિલ), રક્ષિતભાઇ કલોલા (જીલ્લા સરકારી વકિલ), કમલેશભાઇ ડોડિયા (જીલ્લા સરકારી વકિલ), જયેશભાઇ દોશી, હિતેષભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારીગણ ઉપરાંત વિશેષમાં જયેશભાઇ જાની, કિરીટભાઇ ગોહેલ, શૈલેષભાઇ વ્યાસ, મેહુલભાઇ મહેતા, પ્રશાંતભાઇ લાઠીગરા, નીલભાઇ પુજારાએ અથાગ જહેમત ઉઠાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.