ડેરીને ઉદ્યોગ કે પછી ખેતિ વિકાસમાં ન ગણી શકાય : હાઇકોર્ટ
ડેરીને ઉદ્યોગનો દરજ્જો ન આપવા હાઇકોર્ટે જણાવ્યું છે એટલુંજ નહીં ડેરીને ખેતી વિકાસ માટે પણ જવાબદર ન ગણવા તાકીદ કરી છે. આ મુદ્દા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આવકવેરા વિભાગ દ્વારા નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ક્લેમને નકારી કાઢ્યો હતો. ત્યારે ડેરી બોર્ડે જણાવ્યું હતું કે, બોર્ડે અનેક ડેરીને લાંબા સમય માટે નાણાકીય સહાય આપી છે , જેના માટે તેને આવકમાંથી બાદ મળવું જોઈએ. જે રકમ 9.90 કરોડે પહોંચી હતી. આ રકમને આવકવેરા વિભાગે બાદ આપવાની ના પાડી હતી બાદમાં આ કેસ ગુજરાત હાઇકોર્ટ પાસે પહોંચ્યો હતો. બોર્ડે વર્ષ 2003-04માં કરપાત્ર આવક 81 કરોડની દેખાડી હતી અને રિફન્ડ આશરે 15.61 કરોડનું મંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ જે 9.90 કરોડ રૂપિયા બાદ લેવા માંગ કરી હતી તેને આવકવેરા વિભાગે નકારી કાઢી હતી. જેના માટે આવકવેરા વિભાગે બોર્ડને પબ્લિક ફાઇનાન્સિયલ સંસ્થા તરીકેની ઓળખ આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, ડેરી ઉદ્યોગને ખેતીની પ્રવૃત્તિ તરીકે માન્ય ન રાખી શકે અને તેને ઇન્ડસ્ટ્રીયલ એક્ટ તરીકે પણ માનવામાં ન આવે.
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડે આ મુદ્દે ઇનકમટેક્ષ અપીલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરી હતી જે બાદ આ મુદ્દાને 2008માં ગુજરાત હાઇકોર્ટ માં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડેરી એ નાતો કોઈ ઉદ્યોગ છે ના કોઈ ખેતી વિકાસ માટેનું સંસાધન. બીજી તરફ ખેતીમાં આવક દેખાડવાના બદલે જ આવકવેરા વિભાગ તરફથી ડેરી બોર્ડેને રિફંડ આપવામાં આવ્યું હતું જે અંગે રિપોર્ટ પણ કરવામાં આવેલો છે. ડેરી બોર્ડનું માનવું છે કે આવકવેરા વિભાગ અને ઇન્કમટેક્સ અભિલેટેડ દ્વારા બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી ને સમજવામાં આવી નથી અને ખેતી વિકાસ અને ખેતી પ્રવૃત્તિને જે રીતે અલગ પાડવું જોઈએ તે પાડવામાં આવ્યું નથી માટે જ તેમને જે કરપાત્ર આવક થવી જોઈએ તે મળી નથી. આ કેસ સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીય ડેરી બોર્ડની અપીલને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે ખેતી માટે ડેરી કોપરેટીવને લોન્ગ ટર્મ ફાઇનાન્સ કે ઉદ્યોગવિકાસ માટે આવરી ન લેવાય.