સુરત સેશન્સ કોર્ટ તા.૩૦ એપ્રિલે આજીવન કેદ અને રૂા.૫ લાખના દંડના સજા ફટકારી’તી
કાવતરૂ રચી બળાત્કારના ગુનામાં ફસાવ્યાનો અને દસ વર્ષ બાદ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યાનો અપીલમાં બચાવ રજુ કરાયો
બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને સુરત કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા સામે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અપીલને રાજયની વડી અદાલતે સ્વીકારી છે. કાવતરૂ રચી દસ વર્ષ બાદ બળાત્કારના ગુનામાં ફસાવવામાં આવ્યાનો અપીલમાં બચાવ રજૂ કરવામાં આવ્યા છે.
દેશ અને વિદેશીમાં મોટી સંખ્યામાં અનુયાયી ધરાવતા આશારામ અને નારાયણ સાંઇ બળાત્કારના ગુનામાં જેલ હવાલે થયા હતા. પોલીસ તપાસ દરમિયાન પિતા-પુત્ર પોતાના ગોડમેન તરીકે ઓળખાવતા હોવાનું અને અનેક સેવિકાઓને હવસનો શિકાર બનાવ્યાનું સામે આવ્યું હતું.
નારાયણ સાંઇ સામે સુરતની યુવતીએ બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી અને અકુદરતી સેકસ માણ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
નારાયણ સાંઇ સામેના બળાત્કાર અને અકુદરતી સેકસના કેસની સુનાવણી સુરત કોર્ટમાં પુરી થતા નારાણય સાંઇને આજીવન કેદ અને રૂા.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે તેને મદદ કરનાર ગૌ ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના એ કૌશલ ઉર્ફે હનુમાનને દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અને રમેશ મલ્હોત્રાને પણ તકસીરવાન ઠેરવી છ માસની સજા ફટકારવામાં આવી હતી.
બળાત્કારના ગુનામાં સુરતની લાજપોર જેલમાં રહેલા નારાયણ સાંઇએ અપીલ સમય મર્યાદા બાદ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
સજા સામે હાઇકોર્ટમાં ગત માસે દાખલ કરાયેલી અપીલને હાઇકોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે.
નારાયણ સાંઇના એડવોકેટ રફીક લોખંડવાલાએ સમગ્ર ઘટના એક કાવતરૂ હોવાનું અને ઘટનાના દસ વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી એફઆઇઆરને જ કોઇ પણ ટ્રાયલ કોર્ટના નિષ્કર્ષ કે દોષી ચે અને તે દોષ રદ કરીને અલગ રાખવો જોઇ તેમ અપીલમાં જણાવ્યું છે.