જેનેરીક મેડિકલ સ્ટોર અને એકેડેમીક હાઈટ પબ્લિક સ્કુલનું ઉદ્ઘાટન: સાંજે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરશે: નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો રાત્રે ભોજન લેશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું બપોરે રાજકોટમાં આગમન ઈ ચુકયું છે. તેઓના હસ્તે આમ્રપાલી રેલવે ફાટક પાસે જેનેરીક મેડિકલ સ્ટોરનું શુભારંભ કરવામાં આવ્યો છે. સાો સા રેલનગર અંડરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંજે મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાત્રે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો મુખ્યમંત્રી ‚પાણી સૌજન્ય મુલાકાત લેશે અને રાત્રી ભોજન સો લેશે.
બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને ૪:૨૦ કલાકે આમ્રપાલી ફાટક પાસે પંડિત દિનદયાલ જન ઔષધી એટલે કે જેનેરીક દવાના સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. દર્દીને સસ્તા ભાવે દવા મળી રહે તેવા આશ્રય સો રાજય સરકાર દ્વારા તબકકાવાર જેનેરીક મેડીકલ સ્ટોર શ‚ કરવામાં આવી રહ્યાં છે. બપોરે ૪:૪૫ કલાકે મુખ્યમંત્રીના હસ્તે રેલનગર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંજે ૬:૦૦ કલાકે મુખ્યમંત્રી વેજાગામમાં જયપાલસિંહ શૈક્ષણીક સંકુલનું લોકાર્પણ કરશે. જયારે રાજકોટવાસીઓ વર્ષોી જેની રાહ જોઈ રહ્યાં છે તેવા રેસકોર્સ-૨નું મુખ્યમંત્રીના હસ્તે સાંજે ૭:૦૦ કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તકે બોલીવુડના પ્લેબેક સીંગર દર્શન રાવલ લોકોને પોતાના કંઠના માધુર્ય વડે ડોલાવશે.રેલનગર અંડરબ્રિજના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેલ. આ અવસરે ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, ડી.આર.યુ.સી.સી. વેસ્ટર્ન રેલ્વેના મેમ્બર તા વોર્ડના પ્રભારી દિનેશભાઈ કારીયા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, વોર્ડ નં.૩ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, ગીતાબેન પુરબીયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદિશભાઈ ભોજાણી, રાજુભાઈ દરીયાનાણી વિગેરે ઉપસ્તિ રહેશે.