જાહેર રસ્તા પર મોડીરાત્રીના બર્થ ડે પાર્ટીની ઉજવણી અને શોર બકોર કરી લોકોને હેરાન કરતા હોવાની જાણ થતાં કોર્પોરેટર સમજાવવા ગયા અને મામલો બિચક્યો
શહેરના ઝાંઝરડા રોડ પર શનિવારની મોડીરાત્રીના ભાજપના નગરસેવક પર થયેલા હુમલાથી શહેરભરમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી હતી જોકે આ હુમલાના વિરોધમાં નગરસેવક ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા કેટલાક લોકોએ રવિવારે બપોરના ઝાંઝરડા ચોકડી પર ચક્કાજામ કર્યો હતો બાદમાં જાણ થતા પોલીસ દોડી આવી હતી અને રસ્તો ક્લિયર કરાવ્યો હતો આ બનાવમાં ૯ સામે ફરિયાદ નોંધાય છે જેમાંથી બે શખ્સોની પોલીસે અટક કરી બાકીનાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના વર્લ્ડ નંબર પાંચના કોર્પોરેટર પર મોડીરાત્રીના નવ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો ઝાઝરડા જાહેર રોડ પર મોડી રાત્રિના કેટલાક લોકો બર્થ ડે ની ઉજવણી અને સોર બકોર કરતા હતા તેમને ટપારવા જતા આ હુમલો થયો હતો જેમાં કોર્પોરેટરને ઈજા પહોંચી હતી આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ દોડી આવી હતી પરંતુ તે પહેલા તમામ શખ્સો બાદમા બનાવની નગર સેવક રાકેશ ધુલેશીયા દ્વારા આ અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસને અપાતા પોલીસે જીગ્નેશ રાઠોડ, ધવલ જગદીશભાઈ, વિવેક અરૂણભાઇ, રોનક ભાઈ, તુષાર ટાટમીયા, પાર્થ પ્રવીણભાઈ, દેવા પરમાર, તેમજ અન્ય બે અજાણ્યા, આમ કુલ નવ શખ્સો સામે પોલીસે નગરસેવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાતેમજ ઢીકાપાટુનો માર મારવા સહિતના ગુના સબબ ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે આરોપી શકશો માંથી બેની ધરપકડ ગણતરીના કલાકાેમા કરી લીધી હતી જ્યારે અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા આ બનાવની તપાસ બી ડિવિઝન મહિલા પીએસઆઇ કિંજલ મારુ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.