ઢેબર રોડ સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ‘વિશ્વ તમાકુ દિવસ’ નિમિતે કાર્યક્રમ યોજાયો

વિશ્વ તમાકુ દિવસે ઢેબર રોડ   સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ખાતે ભારતની યુવા પેઢી તંદુરસ્ત અને નિરોગી રહે તે ઉદ્દેશથી એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

31મી મે  વિશ્વ ટોબેકો નિષેધ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે. ત્યારે ઢેબર રોડ  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટમાં “હાય રે તમાકુ ! મેં તને રાખી , તે મને ન રાખ્યો!!?! અંતર્ગત  યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં  હરિપ્રિય સ્વામીએ કહ્યું હતું કે ભારતમાં 44 કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે. તેમાં 30 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. લોકો એક યા બીજી રીતે આ તમાકુનો ઉપયોગ કરતા હોય છે તેમાં 60 ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓનો ભાગ હોય છે.

વધુમાં તેઓ એ કહ્યું હતું કે વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો મોતને ઘાટ ઉતરે છે તે પૈકી દસ ટકા એટલે કે 33 લાખ લોકો તમાકુના ધુમ્રપાનથી મૃત્યુને ભેટે છે. દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં ખૂનથી 40 ગણા,  આત્મહત્યાથી 30 ગણા અને ડાયાબિટીસથી 18 ઘણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે.

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષે અમૃત મહોત્સવના ઉપક્રમે  ગુરુકુલના દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ અભિયાન સંતો અને યુવાનો ચલાવી રહ્યા છે. જેમાં માણસોને સારી સમજણ મળતા વ્યસન મુક્ત બની પોતાનું જીવન અને પરિવારને તંદુરસ્ત તથા સુસંસ્કારવાન બનાવી રહ્યા છે .

રાજકોટમાં  મહંત સ્વામી   દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતો તેમજ ઉપસ્થિત ભાવિકોએ વ્યસનમુક્તિ નો ટોબેકો ડે પ્રસંગે લોકો વ્યસન છોડે ,સ્વાસ્થને સુંદર ભારતના નિર્માણ કરવામાં સહયોગી બને અને વિશેષ સુખી થાય એવી ભગવાન  સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી . તેમજ જે યુવાનોએ વ્યસન મૂક્યા હતા તેમને સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.