દેશમાં નોકરી મેળવવા માટે યુવાનો હવાતીયા મારી રહ્યાં છે. રાજસનના જયપુરમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે સાત લાખ ઉમેદવારો ઉમટી પડયા. રવિવારે લેવાયેલી આ પરીક્ષા અંતર્ગત રાજસનના કેટલાક શહેરોમાં બે દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી એડીશનલ ડીજીપી રાજીવ શર્માના જણાવ્યા અનુસાર “સાત લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી કેટલાક ઉમેદવારો અન્ય ઉમેદવારોની સીટ પરી પરીક્ષા આપતા ઝડપાઈ ગયા છે વધુમાં તેમણે જણાવ્યું કે, લેખિત પરીક્ષા દરમિયાન કેટલાક લોકોને નકલ કરતા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે પરીક્ષા કોઈ અઘટીત ઘટના બની નથી.
આ પરીક્ષા દરમિયાન મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસને રવિવારે સાંજે ૫ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી જેમાં જોધપુર, જયપુર અને ઉદેપુરમાં ૧૦ કલાક સુધી ઈન્ટરનેટ ઠપ્પ કરી દેવામાં આવ્યું હતું. પરીક્ષા બે વિભાગમાં લેવામાં આવી જેમાં ૬૬૪ સેન્ટર અને ૬૭ શહેરોના લોકો પરીક્ષામાં જોડાયા છે. હાલના સમયમાં ખૂબજ મોટી ઘટના છે.
આ ભરતી પરીક્ષામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા જેને કારણે અલવર, સીકર અને દુસામાંથી જયપુર તરફ આવતી બસ તેમજ ટ્રેનમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કેટલાક ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આ ભરતી પરીક્ષામાં પુરુષ ઉમેદવારોના શર્ટ કઢાવી નાખવામાં આવ્યા હતા જયારે મહિલા ઉમેદવારોની મંગળસૂત્ર તેમજ જૂતા પણ ઉતરાવી દેવામાં આવ્યા હતા.

રાજસ્થાન સરકારે કોન્સ્ટેબલ ભરતીમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકયો .૧૩ હજારની ખાલી જગ્યા માટે સાત લાખ ઉમેદવારો ઉમટયા
રાજસ્થાનમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા દરમિયાન નકલ રોકવાના ઉપાય સબબ પોલીસ દ્વારા બે દિવસ સુધી ૧૦-૧૦ કલાક વેબ કફર્યું મુકવામાં આવ્યો. કરોડો રૂપિયાનું નુકસાન થયા પછી સાંજે ૬ વાગ્યે આ કફર્યુ સમાપ્ત થયો. પરીક્ષા દરમિયાન પરીક્ષા સેન્ટર્સ પર જામર લગાવી દેવામાં આવ્યા જેથી કરીને પરીક્ષામાં થતી ગેરરીતિ રોકી શકાય.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે રાજય સરકાર પર તીખો આક્ષેપ કર્યો અને કહ્યું કે, સરકારે પ્રદેશની સાડા સાત કરોડ જનતા પર નેટ બંધી થોપી ડિજિટલ ઈન્ડિયાનો આઈનો બતાવ્યો છે. મળતી માહિતી મુજબ રાજયમાં કોન્સ્ટેબલ ભરતીમાં ૧૩ હજાર જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ. શનિવાર અને રવિવાર બે દિવસ લેવાયેલી પરીક્ષા દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧૨ તથા બપોર ૩ થી સાંજ ૫ વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવી.
પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું તેવુ ઓફિસર્સે જણાવ્યું હતું. મહત્વનું છે કે આ પરીક્ષા આ વર્ષમાં બીજીવાર યોજવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ માર્ચ મહિનામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ પરીક્ષા દરમિયાન કેટલાક ઉમેદવારો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી નકલ કરવામાં આવી હતી અને સ્પેશ્યલ ઓપરેટીંગ ગ્રુપ દ્વારા આ પરીક્ષા રદ કરાઈ હતી. આ અંગે સ્કિટમેન્ટ આઈજી પ્રેક્ષા માથુરે જણાવ્યું કે પરીક્ષા મુકત અને વ્યાજબી રીતે લેવાય તે જરૂરી છે. ૧૫ લાખ કરતા પણ વધારે ઉમેદવારોના ભાવી આ પરીક્ષા પર નિર્ભર છે. જેમાં ૧૩,૧૪૩ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૬૬૪ સેન્ટર પરથી પરીક્ષા અપાઈ જેના ૨૦૯ જયપુર જિલ્લાના છે. મોટી સંખ્યામાં ભરતી માટે આવેલા ઉમેદવારો ઉમટી પડયા હતા. જેને કારણે બસ અને રેલવેમાં ભારે ટ્રાફિક જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ભરતી પરીક્ષામાં ડ્રેસ કોડ પણ નકકી કરાયો હતો. પુરુષોએ અડધી બાયના શર્ટ અને સાદા જુતા પહેરવાના હતા. ઉમેદવારોએ પરીક્ષા સફેદ જુતા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.