પતિને દારૂની લત હોવાથી ભરણ-પોષણના પૈસા ન બચતા બાળકીને વેચવાનો નિર્ણય કર્યો

ભારત દેશમાં ગરીબી, બેરોજગારી જેવા પાયાના પ્રશ્ર્નો એક ગંભીર મુદો ધારણ કરી રહ્યા છે. ગરીબી નાથવા સરકાર યોજનાઓ તો ઘડી રહી છે પરંતુ તેનો લાભ ‘સાચા ગરીબો’ને ન મળતા તમામ યોજનાઓ અર્થવિહોણી કરી રહી છે. ગરીબી અને ભુખમરાને કારણે તેલંગાણાના ખમ્મામ જીલ્લામાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ પોતાની નવજાત બાળકીને ‚ા.૫૦૦૦માં વેચી દીધી. પોલીસના જણાવ્યા મુજબ ગરીબીને લઈ મહિલાએ બાળકીને વેચવાનો નિર્ણય કર્યો.

તેલંગાણાના ખમ્મામ જીલ્લાની એક સરકારી હોસ્પિટલમાં મહિલાએ શુક્રવારના રોજ તેની છઠ્ઠી સંતાનને જન્મ આપ્યો હતો. ખમ્મામના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પી.વી.ગણેશે કહ્યું કે, બાળકીને જન્મ દેનારી માતાએ જ ભદ્રાચલમ ટાઉનની એક મહિલાને તેની બાળકી વેચી નાખી. તેમજ તેણીએ આ કામ હોસ્પિટલના એક સ્વીપરની મદદથી કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.

એસીપીએ વધુમાં જણાવતા કહ્યુંકે, બાળકીની માતાએ જણાવ્યું કે, તેમની ખરાબ આર્થિક સ્થિતિને કારણે તે આ બાળકીનું પાલન-પોષણ કરી શકત નહી આથી તેણે વેચી નાખી. તો બીજી તરફ આ બાળકીને ખરીદનાર વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે, તેણીએ બાળકીને એટલા માટે ખરીદી છે કારણ કે તેના ઘરમાં કોઈ પ્રપૌત્ર કે પ્રપુત્રી નથી. જોકે, તે વૃદ્ધ મહિલા તુરંત જ બાળકીને હોસ્પિટલ લઈને તેની માતાને સોંપી દીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, હાલ ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડસ ડેવલપમેન્ટ સર્વિસીઝના અધિકારીઓ બાળકીની સારસંભાળ લઈ રહ્યા છે. બાળકીને વેચી દેનાર માતાએ જણાવ્યું કે, તેણીને ચાર દીકરી અને એક દીકરો છે. તેનો પતિ રિક્ષા ચલાવે છે. તેમજ તે દા‚ પીવે છે. આથી તમામ કમાણી દા‚માં જ ખર્ચ થઈ જાય છે. આ કારણસર તેની છઠ્ઠી સંતાનના પાલન-પોષણ માટે પૈસા નથી. તો બીજી તરફ ખરીદનાર વૃદ્ધ મહિલાએ આ વાતને નકારતા કહ્યું કે તેણીએ મહિલાને તેના દીકરાના પેટની સારવાર માટે ૫૦૦૦ ‚ા. લીધા હતા. એસીપીએ કહ્યું કે, પોલીસે જુવેનાઈલ જસ્ટિશ એકટ હેઠળ બાળકીની માં વિરુઘ્ધ અને હોસ્પિટલ સ્વીપર તેમજ ખરીદનાર વૃદ્ધ મહિલા વિરુઘ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.