• વતનમાં વેચાયેલી જમીનમાં રૂપિયાનો ભાગ માંગતા માતાએ બાદમાં આપવાનું કહેતા પુત્રએ માતા લોખંડના પાઇપથી પ્રહાર કર્યા

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં બે એકર વેચેલી જમીનમાં રૂપિયાનો ભાગ માંગી માતાએ બાદમાં આપવાનું કહેતા પુત્રએ જનેતાને લોખંડના પાઇપથી મારમારી હાથ ભાંગી નાખ્યાની ફરિયાદ થોરાળા પોલીસ મથકે નોંધાઈ છે.

શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા માતા જયાબેન લાલજીભાઈ પરમારે પોતાના પુત્ર ધર્મેશ લાલજી પરમાર સામે માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે પોતાના વતનમાં બે એકર જમીન વેચતા આવેલા રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા જેમાં પુત્ર ધર્મેશે રૂપિયાનો ભાગ માંગ્યો હતો જે બાબતે માતાએ બાદમાં ભાગ આપવાનું કહેતા પુત્ર ધર્મેશ ઉશ્કેરાઈ જઈને માતાને પાઇપ વડે હાથમાં મારતાં ત્રણ ફેક્ચર કરી નાખતા થોરાળા પોલીસે જયાબેનની ફરિયાદ પરથી પુત્ર ધર્મેશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.