સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો બનાવ: અસહ્ય ત્રાસથી કંટાળી વૃઘ્ધાએ ઘર છોડયું: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ વ્હારે આવતા વૃઘ્ધાને દીકરી જમાઇને સોપ્યા
સમાજમાં ભુતકાળમાં સાસુનો પુત્રવધુને ત્રાસ હોવાની અનેક ઘટનાઓ બની છે. પણ આજના હળાહળ કળયુગમાં હવે ઉલ્ટી ગંગા વહેવા લાગી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક વૃઘ્ધાને ઘરનું તમામ કામ કરવાનું છતાં તેની પુત્રવધુ ને માર મારી ત્રાસ ગુજારતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં રહેતા એક ૬૬ વર્ષીય વૃઘ્ધાના પતિનું અવસાન ૧૧ મહીના પહેલા થયું હોય ત્યારબાદ વૃઘ્ધા તેના એકના એક પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હોય કળયુગના શ્રવણએ પત્નીને એવી તે છુટ આપી હોય કે રોજ સવારે ૧૦ વાગ્યે ઉઠવાનું અને તે દરમ્યાન ઘરનું તમામ કામ તેની વૃઘ્ધ માતાએ કરવાનું હોય તેમ આ હળાહળ કળયુગમાં પુત્રવધુ એ ઘરનું બધું કામ સાસુ પાસે કરાવતી અને કોઇ કારણોસર પુત્રવધુ સાણસીથી વૃઘ્ધ સાસુ પર હુમલો કરી માર મારી ત્રાસ આપતી હોય જેથી વૃઘ્ધાએ કંટાળી જઇ ગત મંગળવારે વૃઘ્ધાએ ઘર છોડી રાજકોટ દીકરીના ઘરે આવવા નીકળી ગયા હતા.
પુત્રવધુના અસહ્ય ત્રાસના કારણે માનસીક બિમારીનો ભોગ બનેલા વૃઘ્ધા રાજકોટના ભુલા પડયા હતા. અને દીકરીનું ઘર નહિ મળતા ગઇકાલે તેઓ કાલાવડ રોડ પર આવેલા ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે રડતા રડતા ભગવાનને કોસતા આ તે દરમ્યાન કોઇ જાગૃત નાગરીકે ૧૮૧ અભુયમ મહીલા હેલ્પલાઇનને જાણ કરતાં ૧૮૧ ટીમના કાઉન્સલેર લતાબેન ચૌધરી, જીઆરટી કીરણ તથા આરતી અને પાયલોટ ભુપતભાઇ સ્થળ પર દોડી ગયા હતા.
વૃઘ્ધાને આપવીતી જાણ્યા બાદ ૧૮૧ ની ટીમે તેના પુત્રને ફોન દ્વારા જાણ કરતાં કળયુગના શ્રવણને આવવાનો ઇન્કાર કર્યો હતો. અને કાલે આવીશ અત્યારે તેની વૃઘ્ધા માતાને કોઇપણ જગ્યાએ મોકલી દયો તેમ જણાવ્યું હતું બાદમાં ૧૮૧ ની ટીમે વૃઘ્ધા પાસેથી તેની પુત્રીનો નંબર મેળવી રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતી તેની પુત્રી અને જમાઇએ વૃઘ્ધાનો કબજો સોંપી ૧૮૧ ની ટીમે કાર્યવાહી કરી હતી.