અવાર નવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ, માસુમ બાળાઓનું શોષણ, આપઘાત, હત્યાના બનાવો સમાજ વ્યવસ્થાની અધોગતી સર્જી દેશે!!
દિન પ્રતિદિન સમાજ વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એવા બનાવો સામે આવી રહ્યા છે જેને ધ્યાનમાં લેતા ચોક્કસ એવુ લાગે કે, સમાજની અધોગતી સર્જાઈ રહી છે. અવાર નવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ, આપઘાત, નજીવી બાબતે હત્યા નીપજાવવી જેવી બાબતો જાણે હવે સામાન્ય થઇ ગઈ છે. હવે દીકરો માતાની હત્યા નીપજાવે, પિતા પોતાની જ દીકરીનું શારીરિક શોષણ કરે તેવી ઘટનાઓ રુવાડા ઉભા કરવાની સાથે સમાજ વ્યવસ્થાને હચમચાવી નાખનારી છે.
તેવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં ફકત 12 વર્ષના બાળકે 5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. બારડોલીના એક ગામમાં મજૂરી માટે આવેલા પરિવારની 5 વર્ષીય બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે બાજુમાં રહેતા એક 12 વર્ષીય કિશોરે બાળકી સાથે અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ બાદ બાળકીને ગુપ્તાંગના ભાગે દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી કિશોરને નજર કેદ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
બારડોલી તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવાર ગત બુધવારે પાંચ વર્ષીય પુત્રીને ઘરે મૂકી મજૂરી કામે ગયા હતા. બપોરે ફળિયામાં રમી રહી હતી. ત્યારે ફળિયાનો જ 12 વર્ષીય કિશોર રમતા રમતા તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ ઉઠાવી બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા બાદ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બે દિવસ બાદ જ્યારે બાળકીએ ગુપ્તાંગમાં દુઃખાવાની માતાને ફરિયાદ કરી હતી. માતાએ તપાસ કરતાં તેણીને સોજો ચઢી ગયો અને લોહી જામી ગયું હતું. પૂછપરછમાં પુત્રીએ ફળિયા જ એક કિશોરનું નામ લીધું હતું.
આથી તાત્કાલિક તેણીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટના અંગે પિતાએ બારડોલી ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કિશોર વિરુદ્ધ ગુનો નોંધી તેને નજરકેદમાં રાખ્યો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. બાળકીને મેડિકલ તપાસ માટે લઈ જવાય હોવાનું પણ પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે કિશોર સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.