ખેતીની ઉપજમાં ભાગ માંગતા ઉશ્કેરાયેલા કપાતરે પત્ની સાથે મળી આચર્યું કૃત્ય

હળવદના ટીકર(રણ) ગામે પિતાને  પુત્ર અને પુત્રવધુએ મારમાર્યાનો  પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.હળવદમાં પિતાએ તેના મોટા દીકરા પાસે વાવણીની ઉપજ માંગતા ઉશ્કેરાયેલા દીકરાએ તેની પત્ની સાથે મળી પોતાના પિતાને ઢોર માર માર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હળવદના ટીકર (રણ) ખાતે રહેતા અલારખાભાઇ ઉસ્માનભાઇ કોરડીયાની માલીકીની જમીન ત્રણ એકર અને તેર ગુઠા જમીન હોય જે જમીનમાં તેનો મોટો દિકરો વાવણી કરે છે. જે વાવણીની ઉપજ અલારખાભાઇએ માંગતા તેનો દિકરો યાસીનભાઇ અલારખાભાઇ કોરડીયા તથા તેની પત્ની જમીલાબેન યાસીનભાઇ કોરડીયાએ એક સંપ કરીને પાઇપની બંબુડીથી માર મારેલ તથા ઢીકા પાટુનો મુઢમાર મારી બંનેએ ભુડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.