સુરક્ષા દળોની જહેમતથી આઠ વર્ષની કવાયતનો અંત
પુલવાના બેકપૂરાના વતની અને હિઝબુલ મુજાહિદના ભારતના કમાન્ડરને પૂલવામાં જવાનોએ ઠાર માર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ના ખાતમા બાદ ખાસ દરજાને સમાપ્ત કરવાની કેન્દ્ર સરકારની સફળતા બંધારણીય કવાયતથી હાથ ઘસતા રહી ગયેલા નાપાક તત્વો પ્રજાની શાંતિના ભોગે કોઈ પણ રીતે જમ્મુ કાશ્મીરને સળગાવાની પેરવીમાં રાચતું રહે છે. પરંતુ ભારતના સુરક્ષાદળો દ્વારા જમ્મુ કાશ્મીરની સ્વાયત્તતા ખતમ થયાના પ્રથમ દિવસથી જ દેશ વિરોધી તત્વોને વીણી વીણીને ખતમ કરી રહ્યું છે.
બુધવારે પૂલવામાં જિલ્લાના બેકપૂરા ગામમાં સામસામે ગોળીબારીમાં સુરક્ષાદળોએ કાશ્મીરના વોન્ટેડ આતંકી અને હિઝબુલ મુજાહીદનો કહેવાતો કમાન્ડર રિયાઝ નાયકુ ઠાર મરાયો હતો. આ એન્કાઉન્ટરથી ૮ વર્ષની કવાયતનો અંત આવ્યો હતો ગણીતના શિક્ષકમાંથી આતંકના માસ્ટર માઈન્ડ બનેલા પુલવામાના બેકપુરાના વતની રીયાઝનાયકુના માથા પર સરકારે ૧૨ લાખનું ઈનામ જાહેર કર્યું હતુ નાયકુના મૃત્યુના સમાચારને પગલે કેન્દ્ર શાસીત પ્રદેશનાં પ્રશાસકોએ ખીણ વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.
દક્ષિણ કાશ્મીર અને કેટલાક શહેરી વિસ્તારમાં નાયકુના મૃત્યુના પગલે સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓમાં મોટાભાગે બીએસએનએલની ચાલતી નેટ સેવા બંધ કરી દેવાઈ હતી. પોલીસના હાથે ઠાર મારવામાં આવેલા રીયાઝ નાયકુ અને તેના સાથીદાર ખાદીલની મૃતકો તરીકેની ઓળખ થવા પામી હતી. અન્ય બે લશ્કરે તોયબાના માણસોને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ૩મેના હંદવારામાં બેજવાનો સહિત ૮ સુરક્ષાકર્મીઓ આષુતોષ શર્મા અને મેજર અનુજસુદની હત્યાના પગલે કરવામાં આવેલી કાર્યવાહીમાં બેને ઠાર મારવામાં આવ્યા હતા. જધન્ય કાંડ દરમિયાન નાયકુની દરેક વખતે ઘેરાબંધી કરવામાં આવતી હતી.
બુધવારે ત્રણેક વાગ્યે જમ્મુ કાશ્મીર પોલીસની ટીમે હાથ દરેલી કાર્યવાહીમાં બેકપૂરા પહોચેલા સુરક્ષા જવાનો પર એકાએક ગોળીબાર શરૂ થયા હતા અને ૧ કલાકની અથડામણ બાદ નાયકુ ઠાર મરાયો હતો અને તેનો સાથીદાર બંકરમાં ઘુસી ગયો હતો અને પાછળથી આખી બંકરનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
કાશ્મીરનાં રેન્જ આઈ.જી. વિજયકુમારે નાયકુ સહિતના ૪ આતંકીઓ બે એન્કાઉન્ટરમાં મંગળવારે રશત્રે કતમ થ, ગયા હોવાનું જાહેર કર્યું હતુ નાયકુ લાંબા સમયથી હિઝબુલમુજાહીદ ટીમના કમાન્ડર તરીકે કાશ્મીરમાં સક્રિય હતો તે અને તેનો સાથી મહમદ બીન કાસીમ પોલીસ અધિકારીઓના કુટુંબીજનોને નિશાન બનાવવામાં અને સુકામેવા અને ફળોના બગીચાના માલીકો પાસેથી ધાકધમકીથી ખંડણીની વસુલાત માટે કુખ્યાતબન્યો હતો. અને તેના માથા ઉપર સરકારે ૧૨ લાખનું ઈનામ જાહેર કર્યું હતુ.
રિયાઝ નાયકુ ૨૦૧૨થી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયો હતો હિઝબુલના પોસ્ટર બોટા બુરહાનવાણી સાથે તેના એન્કાઉન્ટર ૨૦૧૬ સુધી ઘનિષ્ઠ રીતે જોડાયેલો હતો બુરહાન પછી નાયકુએ ઝાકીર રશીદ બટ્ટ અને જાકીર મુસાનો ઉપયોગ શરૂ કર્યો હતો.
૨૦૧૭થી જાકીર નાયકુ ટોચના ૧૨ આતંકીઓની પહોચી ગયો હતો ૨૦૧૮માં ગુપ્તચર વિભાગે ૧૯ ખુંખાર આતંકીઓના જારી કરેલા લીસ્ટમા પણ નાયક સામેલ હતો. કેટેગરીના આતંકીઓમાં સામે નાયકુના માથે સરકારે ૧૨ લાખનું ઈનામ જાહેર કર્યું હતુ. નાયકુના ખાતમાંથી જમ્મુ કાશ્મીરના હિઝબુલમુજાહીદીનની પ્રવૃત્તિઓને નેટવર્કની કમર ભાંગી ગઈ છે.